ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા

  • ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે મા અંબાના દર્શન કર્યા
  • ચીખલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંગી સભાને સંબોધીત કરી
  • અંબાજીથી વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા છે. આજે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ અંબાજીના ચીખલા ખાતે પહોંચ્યા છે. ત્યારે ચીખલાથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમા જોડાયા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો, 5 વર્ષના બાળકનું મોત

ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે મા અંબાના દર્શન કર્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ અંબાજીમાં પહોંચ્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે મા અંબાના દર્શન કર્યા છે. તેમજ ચીખલામાં જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી છે. તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે. અંબાજીથી વિકસિત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત લોકોએ અમૃત સંકલ્પ લીધા છે. જેમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા છે. તેમજ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવેની પૂણ્યતિથિ છે. સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષની શરૂઆત આદિવાસી વિસ્તારથી કરી રહ્યા છીએ. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવાનું સૌભાગ્ય મળ્યુ છે. ભગવાન બિરસા મૂંડાની આજે જન્મજયંતિ છે. આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ.

આ પણ વાંચો: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારની હવા બની ઝેરી!

આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ

આઝાદીની લડાઇમાં આદિવાસીઓએ પોતાનું યોગદાન આપ્યુ છે. ભારતે નાની નાની વસ્તુઓ પહેલા વિદેશથી મંગાવવી પડતી હવે મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારત ઉત્પાદન કરે છે. અનેક વસ્તુઓની નિકાસ ભારત કરે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કોટનના કાપડની નિકાસ કરીએ છીએ. સ્માર્ટ ફોનનું ઉત્પાદન ભારતમાં થાય છે. સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. PMએ દુરંદેશી દાખવી સેમિ કંડક્ટર ચીપને પ્રોત્સાહન આપ્યુ છે. દેશના 75 જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઇ છે. યાત્રા દરમ્યાન લાભાર્થીઓને યોજનાઓ હેઠળ આવરી લેવાશે. તેમાં વિવિધ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ છે.

Back to top button