ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, જાણો અમદાવાદનું તાપમાન કેટલુ રહ્યું

Text To Speech
  • શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 16 ડીગ્રીએ પહોચ્યો
  • હાલમાં મોડી રાત્રીથી વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે
  • સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે

ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં ગઈકાલ રાતથી લઘુતમ તાપમાનનો 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. ત્યારે ઉત્તર-પૂર્વીય દિશા બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. જેમાં કચ્છમાં લઘુતમ તાપમાન 16.02 ડિગ્રી રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ જશે અંબાજી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરાવશે શરૂ

શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 16 ડીગ્રીએ પહોચ્યો

ગુજરાતમાં અડધો નવેમ્બર મહિનો વિતતા જ શિયાળાએ પગરવ કર્યો છે. હાલમાં મોડી રાત્રીથી વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ઠંડીનો ચમકારો વધુ રહ્યો છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 16 ડીગ્રીએ પહોચ્યો છે.

અમદાવાદમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી રહ્યું

અમદાવાદમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી રહ્યું છે. તથા ભાવનગર 20 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે વડોદરામાં 19.01, સુરત 21 ડિગ્રી લઘુતમ તાપમાન તાપમાન રહ્યું છે. ગુજરાતમાં ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં શિયાળામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યના તમામ શહેરોમા ઠંડીનો ચમકારો વધતા તાપણા તૈયાર રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે

આજના હવામાના આંકડાની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રીએ પહોંચ્યું છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો અનુભવ થશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ત્યારે આગામી દિવસોના વાતાવરણ અંગે વિભાગની આગાહી છે. તેમાં બે દિવસ બાદ રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે.

Back to top button