ટોપ ન્યૂઝનેશનલ

મુંબઈમાં ઘરફોડ ચોરી કરતી “બુરખા ગેંગ”નો પર્દાફાશ, બે ઝડપાયા

Text To Speech

મુંબઈઃ મુંબઈમાં બુરખા ગેંગનો પર્દાફાશ થયો છે જે ધોળે દહાડે લોકોના ઘરમાં ઘૂસીને ચોરી કરીને પલાયન થઈ જતી હતી પરંતુ કોઈ પકડાતા નહોતા, કેમ કે આ ટોળકીના બદમાશો જાહેરમાં તો બુરખો પહેરીને જ ફરતા હતા.

જૂવો વીડિયોઃ-

મુંબઈ પોલીસે બાન્દ્રા વિસ્તારમાંથી આ ટોળકીના બે બદમાશ રઈસ અબ્દુલ અહદ શેખ તથા વસીમ ખાલિદ ખાન ઉર્ફે બિલ્લાને પકડી પાડ્યા છે. પોલીસે આ અંગે માહિતી આપી કે, પકડાયેલા બે બદમાશોની પૂછપરછ પરથી જાણવા મળ્યું છે કે, તેમની ટોળકીના લોકો દિવસ દરમિયાન બુરખા પહેરીને રહેણાંક વિસ્તારોમાં ફરતા હતા અને રેકી કર્યા બાદ જે ઘરમાં હાથ મારવા જેવો હોય ત્યાં પહોંચી જતા.

પોલીસે આ કેસમાં વધુ ઊંડી તપાસ કરતાં બાન્દ્રા વિસ્તારના જે ઘરમાં ચોરી થઈ હતી ત્યાં ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાને આધારે સમગ્ર કેસની કડીઓ મળી હતી.

મુંબઈના અંધેરી ઈસ્ટની એમઆઈડીસી પોલીસે બે ચોરને તો પકડી લીધા અને ત્યારબાદ અન્ય સીસીટીવી ફૂટેજને આધારે આ ટોળકીના બીજા સાગરિતોની શોધખોળ પણ ચાલુ છે.

અત્યાર સુધીમાં પકડાયેલા બે ચોર 36 વર્ષીય રઈસ અબ્દુલ અહદ શેખ અને 33 વર્ષીય વસીમ ખાલિદ ખાન ઉર્ફે બિલ્લાને પકડી પાડીને પોલીસે બંને પાસેથી તેમણે ચોરી કરેલી સામગ્રી પરત મેળવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ કર્ણાટક સરકારે ભરતી પરીક્ષાઓમાં માથું ઢાંકવા પર મૂક્યો પ્રતિબંધ

Back to top button