કેનેડા પોતે હિંસા અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરે – UNમાં ભારતનું આકરું વલણ
- ભારતીય રાજદ્વારી મોહમ્મદ હુસૈને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની સમીક્ષા બેઠકમાં અનેક મુદ્દાઓ પર કેનેડાને ઘેર્યું
- કેનેડાને પૂજા સ્થળો પર હુમલો કરનારા, હિંસા ભડકાવવા અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા કહ્યું
યુએન: ભારત અને કેનેડા વચ્ચે રાજકીય તણાવ હજુ પણ ચાલુ છે. કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત વિશે અર્થહીન નિવેદન આપ્યા બાદ ભારતે કેનેડા સામે કડક કાર્યવાહી કરી હતી. તેમજ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની સમીક્ષા બેઠકમાં ભારતે હિંસા, ઉગ્રવાદને પ્રોત્સાહન વગેરે જેવા ઘણા મુદ્દાઓ પર કેનેડાને કડક સલાહ આપી છે.
કેનેડાએ પૂજા સ્થળો પર થતા હુમલા રોકવા જોઈએ
ભારતીય રાજદ્વારી મોહમ્મદ હુસૈને યુએન માનવાધિકાર પરિષદની સમીક્ષા બેઠકને સંબોધિત કરતી વખતે કેનેડામાં માનવ તસ્કરી જેવા મુદ્દાઓને હેન્ડલ કરવાના અહેવાલનો સ્વીકાર કર્યો. ભારતે અભિવ્યક્તિની સ્વતંત્રતાના દુરુપયોગ, ખાસ કરીને હિંસા માટે ઉશ્કેરણી અટકાવવા માટે કેનેડાને તેના ઘરેલું માળખાને મજબૂત કરવાની ભલામણ પણ કરી હતી. વધુમાં, ભારતે કેનેડાને ઉગ્રવાદને પ્રોત્સાહન આપતા જૂથોની પ્રવૃત્તિઓને નકારવા, ધાર્મિક અને વંશીય લઘુમતીઓના પૂજા સ્થાનો પર હુમલા રોકવા અને ગુનાઓ તેમજ દ્વેષપૂર્ણ ભાષણને રોકવા માટે પણ કહ્યું હતું.
બાંગ્લાદેશે પણ ટિપ્પણી કરી હતી
બાંગ્લાદેશી રાજદ્વારી અબ્દુલ્લા અલ ફોરહાદે પણ કેનેડાને જાતિવાદ, દ્વેષપૂર્ણ ભાષણ, નફરતના ગુનાઓ અને ઇમિગ્રન્ટ્સ અને મુસ્લિમ લઘુમતીઓ સામેના ભેદભાવ સામે પ્રયાસો વધારવા જણાવ્યું હતું. આ સિવાય શ્રીલંકાના રાજદ્વારી થિલિની જયાસેકરાએ પણ કેનેડાને વંશીય ભેદભાવ સામે પગલાં લેવા અને તેની રાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાની ભલામણ કરી હતી.
આ પણ વાંચો, મુઝફ્ફરનગરમાં કાર ટ્રક સાથે અથડાઈ, કારમાં સવાર 6 લોકોના મૃત્યુ