- બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે
- નવા વર્ષની પ્રથમ આરતીમાં માનવ મહેરામણ ઉમટ્યુ
- મંગળા આરતીમાં સમગ્ર મંદિર પરિસર માઈ ભક્તોથી ભરાઈ ગયો
અંબાજી મંદિરમાં નવા વર્ષની પ્રથમ આરતીમાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. જેમાં અંબાજી મંદિરમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. તેમજ આજે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. તથા મંદિર પરિસર માઈ ભક્તોથી ભરાયુ છે.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન, સિંગાપોરની મુલાકાતે જશે, જાણો શું છે કારણ
નવા વર્ષની પ્રથમ આરતીમાં માનવ મહેરામણ ઉમટ્યુ
નવા વર્ષની પ્રથમ આરતીમાં માનવ મહેરામણ ઉમટ્યુ છે. ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારાયુ છે. દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. તથા બેસતા વર્ષના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે. જેમાં બેસતા વર્ષના દિવસે સવારે મંગળા આરતીમાં ભક્તો જોડાયા છે. અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. તથા મંગળા આરતીમાં સમગ્ર મંદિર પરિસર માઈ ભક્તોથી ભરાઈ ગયો છે.
આ પણ વાંચો: નવુ વર્ષ આનંદમય અને કલ્યાણમય રહે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે
યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સવારે 6થી સાડા છ વાગ્યા સુધી આરતી થશે. પહેલા પોણા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ ધરાયા બાદ બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે સવા ચાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. જે બાદ સાંજે સાડા વાગ્યાથી સાત વાગ્યા સુધી મા અંબાની આરતી ઉતારાશે અને બાદમાં 10 વાગ્યા સુધી ભક્તો માના દર્શન કરી શકશે. આજે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.