ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં વાદળછાયું વાતાવરણ: કાળા ડિબાંગ વાદળો ઘેરાતા કમોસમી માવઠા જેવો માહોલ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠાના ડીસામાં આજે પડતર દિવસની સાંજે વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. અચાનક ચારે બાજુ વાદળો ગોરંભાતા નવા વર્ષની શરૂઆત પૂર્વે જ કમોસમી માવઠા જેવો માહોલ સર્જાયો હતો.

ડીસા પંથકમાં આજે મોડી સાંજે વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં ચારે બાજુ કાળા ડીબાંગ વાદળો ગોરંભાયા હતા. પડતર દિવસની સાંજે જાણે કમોસમી માવઠા જેવો માહોલ સર્જાયો હોય તેવું વાતાવરણ બની ગયું હતું.

અત્યારે હજુ શિયાળાની શરૂઆત થઈ છે અને ડીસા પંથકમાં બટાટાના વાવેતરના ખેડૂતોએ શ્રી ગણેશ કર્યા છે. જેથી ખેડૂતોને અત્યારે વાદળછાયુ વાતાવરણ કે વરસાદના કારણે ખેતરોમાં પાકને કોઈ જ નુકસાન થાય તેવી શક્યતા નથી. જેથી ખેડૂતો પણ અત્યારે બદલાતા વાતાવરણથી ચિંતા મુક્ત છે.

આ પણ વાંચો : અકસ્માતો અટકાવવા ડીસાના યુવકની આ ‘ઉત્તમ’ કામગીરી બધાએ અનુસરવી જોઇએ

Back to top button