અમદાવાદઃ ફરજ દરમિયાન વીરગતિ પામેલા અમદાવાદ શહેર પોલીસ દળના પરિવારોને અમદાવાદ શહેર પોલીસ દ્વારા નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલા સૂચન અનુસાર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજવતા છેલ્લા દસ વર્ષમાં વીરગતિ પામેલા કુલ-૬ પોલીસ કર્મચારીઓ (૧) અ.પો.કો.ચંન્દ્રકાન્ત જંયતીલાલ મકવાણા (ક્રાઇમ બ્રાન્ચ) (૨) અ.પો.કો. મહેશભાઇ રામજીભાઇ રાઠોડ (વટવા જી.આઇ.ડી.સી.) (૩) અ.પો.કો. અરવિંદસિંહ બાબુભાઇ અસારી(નારણપુરા પો.સ્ટે.) (૪) અ.પો.કો. ધર્મેન્દ્રસિંહ નારસંગભાઇ પરમાર (એસ.જી.-૨ ટ્રાફીક પો.સ્ટે.) (૫) અ.હે.કો.જશવંતસિંહ રંગતસિંહ ચૌહાણ(એસ.જી.-૨ ટ્રાફીક પો.સ્ટે.) (૬) હોમગાર્ડ જવાન નિલેશભાઇ મોહનભાઇ ખટીકના પરીવાર જનોની અમદાવાદ શહેર પોલીસ દળના સભ્યો વતી મુલાકાત લઈ તેઓને દિપાવલી તથા નૂતનવર્ષ નિમિતે મિઠાઈ આપી, શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ માટે શહેર પોલીસ દળના જવાબદાર કર્મચારીઓએ વીરગતિ પામેલા પોલીસકર્મીઓના કુટુંબીજનો જેઓ તેમના વતનમાં કે અમદાવાદ શહેરમાં રહેતા હોય ત્યાં તેમનાં રહેઠાણે જઇને આ શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને શહેર પોલીસ શહીદોના કુટુંબીજનોની સાથે હંમેશ છે તેવો અહેસાસ પણ તેમને થયો હતો.
આ પણ વાંચોઃ હેપ્પી ન્યુ યરઃ ગોવર્ધન પૂજાનું શું છે મહત્ત્વ? જાણો મુહૂર્ત, વિધિ અને કથા