હેપ્પી ન્યુ યરઃ ગોવર્ધન પૂજાનું શું છે મહત્ત્વ? જાણો મુહૂર્ત, વિધિ અને કથા
- ગોવર્ધન પૂજાના દિવસે 56 કે 108 પ્રકારના પકવાનોનો શ્રીકૃષ્ણને ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે
- આ વર્ષે અમાસની તિથિ બે દિવસની હોવાના કારણે ગોવર્ધન પૂજાની તારીખને લઈને અસમંજસ
- ગોવર્ધન પૂજા કારતક માસની એકમે હોય છે. 13 નવેમ્બર, સોમવારે બપોરે 2.56 વાગ્યાથી કારતક માસ શરૂ થશે
દર વર્ષે કારતક માસના પહેલા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે ગોવર્ધન પૂજાનો તહેવાર મનાવવામાં આવે છે. આ પર્વ દર વર્ષે દિવાળીના બીજા દિવસે આવે છે, તેને અન્નકૂટના નામથી પણ ઓળખવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને ગૌ માતાની પૂજાનું વિધાન છે. આ વર્ષે અમાસની તિથિ બે દિવસની હોવાના કારણે ગોવર્ધન પૂજાની તારીખને લઈને અસમંજસ છે. જ્યોતિષાચાર્યો અનુસાર અમાસની તિથિ બે દિવસ હોવાના કારણે ગોવર્ધન પૂજા અને દિવાળી વચ્ચે એક દિવનું અંતર આવી જાય છે.
ગોવર્ધન પૂજા ક્યારે છે?
ગોવર્ધન પૂજા કારતક માસની એકમે હોય છે. 13 નવેમ્બર, સોમવારે બપોરે 2.56 વાગ્યાથી કારતક માસ શરૂ થશે અને 14 નવેમ્બર, મંગળવારે બપોરે 2.36 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિને જોતા આ વર્ષે ગોવર્ધન પૂજા 14 નવેમ્બરના રોજ કરવામાં આવશે.
ગોવર્ધન પૂજાનું શુભ મુહૂર્ત
ગોવર્ધન પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.42 વાગ્યાથી સવારે 8.51 સુધી રહેશે. શુભ મુહૂર્તનો સમયગાળો 2.9 કલાકનો રહેશે.
ગોવર્ધન પૂજાના દિવસે બન્યો ખાસ યોગ
આ વર્ષે ગોવર્ધન પૂજા પર સવારથી બપોરે 1.57 મિનિટ સુધી શોભન યોગ બની રહ્યો છે. ત્યારબાદ અતિગંડ યોગ શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં અતિગંડ યોગને શુભ માનવામાં આવે છે. જ્યારે શોભન યોગમાં શુભ અને માંગલિક કાર્ય કરવાનું લાભકારી મનાયુ છે. આ ઉપરાંત આ દિવસે સવારથી અનુરાધા નક્ષત્ર રહેશે.
ગોવર્ધન પૂજાની વિધિ
સૌથી પહેલા ઘરના આંગણામાં ગોબરથી ગોવર્ધનનું ચિત્ર બનાવો. ત્યારબાદ કંકુ, ચોખા, ખીર , પતાશા, દુધ, પાન, કેસર, ફુલ અને દીપક પ્રગટાવીને ગોવર્ધન ભગવાનની પૂજા કરો. એવું કહેવાય છે કે આ દિવસે વિધિ વિધાન પૂર્વક સાચા દિલથી ગોવર્ધન ભગવાનની પૂજા કરવાથી આખુ વર્ષ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે. ભગવાન શ્રીકૃષ્ણનું વધુમાં વધુ ધ્યાન ધરો. આ દિવસે ભગવાનને 56 કે 108 પ્રકારના વ્યંજનોનો ભોગ લગાવવાની પરંપરા પણ છે. ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરો.
ગોવર્ધન પૂજા સાથે જોડાયેલી પૌરાણિક કથા
એવી માન્યતા છે કે વ્રજવાસીઓની રક્ષા માટે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી વિશાળ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીમાં ઉઠાવીને હજારો જીવ-જંતુઓ અને માણસોની જિંદગીને ભગવાન ઈન્દ્રના કોપથી બચાવ્યા હતા. શ્રીકૃષ્ણે ઈન્દ્રના ઘમંડને ચૂર કરીને ગોવર્ધન પર્વતની પૂજા કરી હતી. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગાયના ગોબરમાંથી ગોવર્ધન બનાવે છે. કેટલાક લોકો ગોબરમાંથી ગોવર્ધન પર્વત બનાવીને તેની પૂજા કરે છે. કેટલાક લોકો ગાયના ગોબરમાંથી જમીન પર ભગવાન બનાવે છે.
આ પણ વાંચોઃ બોલિવૂડ સ્ટાર્સ આ વર્ષે કેવી રીતે ઉજવી રહ્યા છે દિવાળી?