ટ્રેન્ડિંગવર્લ્ડ

WHOએ ગાઝાની અલ શિફા હોસ્પિટલ સાથેનો સંપર્ક ગુમાવ્યો, હજારોના જીવ જોખમમાં

Text To Speech

ગાઝા: WHO નો ઉત્તર ગાઝાની અલ-શિફા હોસ્પિટલ સાથેનો સંપર્ક તૂટી ગયો છે, અને તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરતાં લડાઈમાં ફસાયેલા તમામ લોકોની સલામતી માટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશને કહ્યું કે, હોસ્પિટલમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ, સેંકડો બીમાર અને ઘાયલ દર્દીઓ, બાળકો અને હોસ્પિટલની અંદર હાજર લોકોની સુરક્ષા એ ચિંતાનો વિષય છે. મળતી માહિતી અનુસાર, હોસ્પિટલમાં ફ્યુલ સમાપ્ત થઈ જતા બે નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ ઘણા લોકોના જીવ જોખમમાં છે.

આ દરમિયાન ગાઝા આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અલ-શિફા હોસ્પિટલ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે. યુદ્ધના કારણે શનિવારથી હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ઘાયલોને જરૂરી તબીબી સારવાર મળી શકી નથી. ઈંધણ ખતમ થઈ જવાને કારણે હોસ્પિટલમાં ઘાયલોની સારવારની કામગીરી અટકી પડી છે.

ઇઝરાયેલની ટેન્કોએ અલ-શિફા હોસ્પિટલને ઘેરી લીધી છે. તમામ માનવતાવાદી સહાય પણ અટકાવી દેવામાં આવી છે. હોસ્પિટલના ડાયરેક્ટર મુહમ્મદ અબુ સલમિયાએ જણાવ્યું હતું કે ઇઝરાયલી સ્નાઈપર્સ હોસ્પિટલના કમ્પાઉન્ડની આસપાસ કોઈપણ વ્યક્તિ દેખાય તો તેના પર હુમલો કરે છે. બીજી તરફ, ઇઝરાયેલની સૈન્યએ જણાવ્યું હતું કે તે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાંથી બાળકોને બહાર કાઢવા માટે રવિવારે તૈયાર છે.

ઇઝરાયેલ- એક માત્ર લક્ષ્ય વિજ્ય છે

ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે હમાસ-ISIS વિરુદ્ધ યુદ્ધ પુરી તાકાત સાથે આગળ વધી રહ્યું છે અને તેનું એકમાત્ર લક્ષ્ય વિજય છે. જીતવાનો કોઈ વિકલ્પ નથી. અમે હમાસનો નાશ કરીશું અને અમારા બંધકોને પાછા લાવીશું. IDF દળોએ ગાઝા શહેરની ઘેરાબંધી પૂર્ણ કરી લીધી છે.

આ પણ વાંચો: PM મોદીએ ગાઝા હોસ્પિટલ પરના હુમલા અંગે વ્યક્ત કર્યું દુઃખ, દુનિયાભરના નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી

Back to top button