ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વક્ફ બોર્ડ ભરતી કૌભાંડમાં AAP નેતા અમાનતુલ્લાહની નજીકના 3ની ધરપકડ

Text To Speech

નવી દિલ્હી: તપાસ એજન્સી EDએ દિલ્હી વેફ બોર્ડ કેસ (Delhi Waqf Board Case) સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ઝીશાન હૈદર, જાવેદ ઈમામ, દાઉદ નસીર છે. ત્રણેયને દિલ્હીની અદાલતે 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે, જ્યાં એજન્સી તેમની પૂછપરછ કરશે. આ તમામ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના નજીકના હોવાનું કહેવાય છે. EDએ આ મામલામાં અમાનતુલ્લા ખાન વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે આ ત્રણેય આરોપીઓને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે. EDએ દાવો કર્યો હતો કે ત્રણેય વ્યક્તિઓ અમાનતુલ્લા ખાન (Amanatullah Khan) સાથે સંડાવાયેલા હતા અને તેમની વચ્ચે શંકાસ્પદ રોકડ વ્યવહારો થયા હતા. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી કરીને મોટી રકમની કમાણી કરી હતી અને તેનો ઉપયોગ તેમના સાથીઓના નામે સંપત્તિ ખરીદવા માટે કર્યો હતો.

અગાઉ, 10 ઑક્ટોબરે તપાસ એજન્સી દ્વારા દિલ્હીમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ પરિસરની તપાસ કરી રહી છે. ફેડરલ તપાસ એજન્સીએ દિલ્હી વક્ફ બોર્ડમાં ગેરકાયદેસર નિમણૂંકો સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં તેમની સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા FIR અને દિલ્હીના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા FIRની નોંધ લીધી છે.

CBI અને દિલ્હી સરકારની ACB બંનેએ દિલ્હી વક્ફ બોર્ડની નાણાકીય અનિયમિતતાના કેસમાં અલગ-અલગ કેસ નોંધ્યા છે. અમાનતુલ્લા ખાનની એસીબીએ ગયા વર્ષે ધરપકડ કરી હતી. તલાશી દરમિયાન કેટલીક ડાયરીઓ મળી આવી હતી. આ ડાયરીઓ અમાનતુલ્લા ખાનના નજીકના સાથી લદ્દન ખાન પાસેથી મળી આવી હતી. ડાયરીઓમાં હવાલા મારફતે લાખો રૂપિયાની લેવડદેવડ થયાનો ઉલ્લેખ હતો. આમાંના મોટાભાગના વ્યવહારો ગેરકાયદેસર મની લોન્ડરિંગ વ્યવહારો હતા, કેટલાક વ્યવહારો વિદેશમાંથી પણ હતા. ACBએ તેની તપાસ ઇડી સાથે શેર કરી હતી.

આ પણ વાંચો: AAPના નેતાઓ EDના રડાર પર, અમાનતુલ્લા ખાનના ઘરે પાડયા દરોડા

Back to top button