ટ્રેન્ડિંગનેશનલ

મિઝોરમમાં રૂ.18 કરોડથી વધુનું હેરોઈન જપ્ત, મ્યાનમારના પાંચ નાગરિકોની ધરપકડ

Text To Speech

આઈઝોલ: મિઝોરમના ચંફઈ જિલ્લામાં ત્રણ અલગ-અલગ ઑપરેશનમાં મ્યાનમારના પાંચ નાગરિકો પાસેથી 18 કરોડ રૂપિયાથી વધુનું હેરોઈન અને 1.21 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે. તમામની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.

માહિતીના આધારે, આસામ રાઇફલ્સ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમોએ શુક્રવારે મિઝોરમ-મ્યાનમાર સરહદ પર જોટે અને જોખાવથાર ગામોમાં ઑપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 2.61 કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આસામ રાઈફલ્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલ હેરોઈનની બજાર કિંમત 18.30 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ દરમિયાન ભારતીય ચલણી નોટોની બિનહિસાબી રોકડ પણ મળી આવી હતી. આસામ રાઈફલ્સના એક અધિકારીએ જણાવ્યું કે આરોપી અને જપ્ત કરાયેલા ડ્રગ્સને લઈ આગળની કાર્યવાહી કરવા માટે કેસ ચંફઈ પોલીસને સોંપવામાં આવ્યો છે.

1 નવેમ્બરના રોજ આસામ રાઈફલ્સે મિઝોરમના ચંફઈ જિલ્લામાં 17.78 લાખ રૂપિયાની કિંમતનું 25.4 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે.ચોક્કસ માહિતીના આધારે, આસામ રાઈફલ્સ અને નાર્કોટિક્સ વિભાગની સંયુક્ત ટીમે આ ઑપરેશન પાર પાડ્યું હતું. નોંધનીય છે કે, 40 સભ્યોની મિઝોરમ વિધાનસભા માટે મંગળવારે મતદાન થયાના ત્રણ દિવસ બાદ આ અભિયાન શરૂ કરાયું હતું. વિધાનસભા ચૂંટણીની મતગણતરી 3 ડિસેમ્બરના રોજ થશે.

આ પણ વાંચો: મિઝોરમઃ આઈઝોલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશાયી, 17ના મોત

 

Back to top button