ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

સંક્રમણ વધ્યું, નવા કેસોમાં 23%નો વધારો

Text To Speech

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવાર બાદ આજે ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. મંગળવારની સરખામણીએ કોરોનાના આંકડામાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 159 નવા કેસ નોંધાયા છે. તો, કોરોનાગ્રસ્ત 28 દર્દીઓના એક દિવસમાં મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાની વાત કરીએ તો, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 15 હજાર 212 થઈ ગઈ છે. તો, દૈનિક હકારાત્મકતા દર વધીને 3.56 થઈ ગયો છે. જ્યારે, કોરોના સંક્રમિત 15 હજાર 394 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. મંગળવારના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 13 હજાર 084 કેસ નોંધાયા હતા જે આજની સરખામણીમાં ઓછા છે. મંગળવારે કોરોના સંક્રમિત 24 લોકોના મોત થયા હતા.

કોરોના પ્રતિકાત્મક તસવીર

રસીકરણનો આંકડો 198 કરોડને પાર

જો આપણે કોરોના કેસના કુલ આંકડા પર નજર કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 35 લાખ 47 હજાર 809 લોકો આ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 5 લાખ 25 હજાર 270 લોકોના મોત થયા છે. રિકવરીના આંકડાની વાત કરીએ તો, આ સંખ્યા 4 કરોડ 29 લાખ 07 હજાર 327 પર પહોંચી ગઈ છે. આ સિવાય, દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 9 લાખ 95 હજાર 810 લોકોને રસી આપવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 198 કરોડ 20 લાખ 86 હજાર 763 રસીકરણ કરવામાં આવ્યું છે.

Back to top button