ઠંડીની સીઝનમાં જરૂર ખાજો લીલા વટાણા, બીમારીઓ થશે મૂળમાંથી ખતમ
- ઠંડીની સીઝનમાં મળતા લીલા વટાણા ખૂબ જ હેલ્ધી કહેવાય છે. તેમાંથી અલગ અલગ રેસિપી બને છે અને અનેક વાનગીઓનો સ્વાદ તેમજ શોભા વધારવામાં કામ લાગે છે.
આપણે ખાવા પીવા માટે ઠંડીની સીઝનની રાહ જોતા હોઈએ છીએ. આ સીઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે. આ શાકભાજી ખાવાનો સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. આ શાકભાજીમાં એક છે લીલા વટાણા. તેમાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ રેસિપી બને છે. ચાટ, પરાઠા, શાક, ભાજી, પુલાવ, અન્ય ડિશ. ઠંડીની સીઝનમાં લોકો તેને ખૂબ જ પ્રેમથી આરોગે છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે ઠંડીની સીઝનમાં લીલા વટાણા ખાવાથી આરોગ્યને લગતા અનેક ફાયદા થાય છે.
શુગરની બીમારીમાં લીલા વટાણા ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા વટાણા ખાવા ફાયદાકારક છે. તેની મદદથી શરીરમાં જીઆઈમાં ઘટાડો થાય છે અને શુગર પણ કન્ટ્રોલમાં રહે છે. જો તમે પણ શુગરની સમસ્યાથી પરેશાન છો તો ઠંડીની સીઝનમાં વટાણા ખાવાના શરૂ કરી દો.
હાર્ટ રહે છે સ્વસ્થ
લીલા વટાણામાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન-સી જેવા પોષક તત્વો મળી આવે છે. તે હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીલા વટાણામાં સોલ્યુબલ ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને પણ લેવલમાં રાખે છે. તેના સેવનથી હ્રદયની બીમારીઓથી બચી શકાય છે.
પાચન માટે ખાવ લીલા વટાણા
લીલા વટાણામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓથી બચાવે છે. જો તમે ઠંડીમાં રોજ વટાણા ખાવ છો તો તમારા આંતરડામાં સારા બેક્ટેરિયા વિકસે છે. તેનાથી તમે સોજો અને પેટની સમસ્યાથી બચી શકો છો.
આ પણ વાંચોઃ રણવીર સિંહે કરોડોમાં વેચ્યા બે ફ્લેટઃ સાઉથ બાંદ્રામાં રુ. 119 કરોડની પ્રોપર્ટી ખરીદી!