ટ્રેન્ડિંગમનોરંજન

રણવીર સિંહે કરોડોમાં વેચ્યા બે ફ્લેટઃ સાઉથ બાંદ્રામાં રુ. 119 કરોડની પ્રોપર્ટી ખરીદી!

  • અભિનેતા રણવીર સિંહે મુંબઈના એક આલીશાન વિસ્તારમાં બે મોંઘી મિલકત વેચી છે. તેની કિંમત લગભગ 15.24 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેણે રુ. 119 કરોડની પ્રોપર્ટી પણ ખરીદી છે. તેણે જે ફ્લેટ વેચ્યા છે તે ખાસ રોકાણ માટે ખરીદ્યા હતા.

મુંબઈઃ અભિનેતા રણવીર સિંહ ફિલ્મો ઉપરાંત બિઝનેસમાં પણ ખૂબ એક્ટિવ છે. તે પ્રોપર્ટીમાં સતત ઈન્વેસ્ટ કરતો રહે છે. તેની પાસે મુંબઈમાં પણ ઘણા ફ્લેટ છે, જેમાંથી બે તેણે તાજેતરમાં વેચ્યા છે અને તેના માટે તેને મોટી રકમ પણ મળી છે. રણવીર સિંહે મુંબઈમાં એક લક્ઝરી ટાવરમાં બે ફ્લેટ વેચ્યા છે. અભિનેતા ઘણા વર્ષોથી રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યો છે, તેણે તાજેતરમાં દક્ષિણ બાંદ્રામાં 119 કરોડમાં ડ્રુપ્લેક્સ ખરીદ્યું છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ પ્રોપર્ટીમાં રોકાણ કરતા હોય છે અને રણવીર સિંહ પણ તેમાંથી એક છે. અભિનેતાએ ગોરેગાંવમાં એક લક્ઝરી ટાવરમાં બે ફ્લેટ વેચ્યા છે. બંને ફ્લેટની કિંમત 15.24 કરોડ રૂપિયા છે.

38 વર્ષીય રણવીર સિંહ અને તેની માતા અંજુ જુગજીત સિંહ ભવનાનીએ ગોરેગાંવમાં ઓબેરોય એક્સક્વિસાઈટના ટાવર Aમાં 43મા માળે બે ફ્લેટ વેચ્યા છે. અભિનેતાએ આ ફ્લેટ ડિસેમ્બર 2014માં 4.64 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, જેમાં ત્રણ પાર્કિંગ છે. બંને ફ્લેટની ખરીદી માટે તેણે રૂ. 45.75 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે.

રણવીર સિંહે કરોડોમાં વેચ્યા બે ફ્લેટઃ સાઉથ બાંદ્રામાં રુ. 119 કરોડની પ્રોપર્ટી ખરીદી! hum dekhenge news

રણવીર સિંહે ખરીદી 119 કરોડની પ્રોપર્ટી

ઓબેરોય એક્સક્વિસાઈટ ઓબેરોય રિયલ્ટી દ્વારા બનાવવામાં આવેલ એક લક્ઝરી કોમ્પ્લેક્સ છે, જે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઓબેરોય મોલની નજીક આવેલું છે. રણવીર સિંહ એક સક્રિય રિયલ એસ્ટેટ રોકાણકાર છે અને તેણે જુલાઈ 2022માં બાંદ્રામાં 119 કરોડ રૂપિયામાં બીજી પ્રોપર્ટી ખરીદી હતી. આ સી-ફેસિંગ બિલ્ડિંગમાં ચાર ફ્લેટ રણવીર સિંહ અને તેના પિતા જુગજીત ભવનાનીની કંપનીએ ખરીદ્યા હતા.

રણવીર સિંહે કરોડોમાં વેચ્યા બે ફ્લેટઃ સાઉથ બાંદ્રામાં રુ. 119 કરોડની પ્રોપર્ટી ખરીદી! hum dekhenge news
રણવીરે ખરીદેલું ડુપ્લેક્સ

આ સ્ટાર્સે તાજેતરમાં કર્યું પ્રોપર્ટીમાં રોકાણ

અમિતાભ બચ્ચન, સારા અલી ખાન, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, અજય દેવગન અને કાજોલ, પ્રીતિ ઝિન્ટા, સોનાક્ષી સિંહા સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે તાજેતરમાં ઘણી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC)ની કરોડો રૂપિયાની મિલકતો મહિનાઓથી ખાલી પડી છે, જેની સંખ્યા લગભગ 50 છે.

આ પણ વાંચોઃ રશ્મિકા મંદાના પછી ઐશ્વર્યા રાયનો ટાઈગર 3ના ગીત પર ડાન્સનો ડીપફેક વીડિયો વાયરલ

Back to top button