નડિયાદના ખેડૂતોના સ્વરોજગારલક્ષી બાગાયત માટે પોર્ટલ ખૂલ્લું મૂકવામાં આવ્યુ


- બાગાયત ખાતા દ્વારા ‘સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ’ કાર્યક્રમ યોજના શરૂ કરવામાં આવી
- જિલ્લાના ખેડૂતો ઓનલાઇન અરજીઓ કરી શકે તે માટે I-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું
- તા. 30-11-2023 સુધી I-khedut પોર્ટલ પર ખેડૂતો કરી શકશે ઓનલાઇન અરજી
નડિયાદ : વર્ષ 2023-24 માટે બાગાયત ખાતાની ‘સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ’ કાર્યક્રમ યોજના હેઠળ આઇ ખેડૂત(I-khedut) પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ત્યારે નડિયાદ જિલ્લાના ખેડૂતો ઓનલાઇન અરજીઓ કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શનિવારે I-khedut પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ખેડૂતો તારીખ 30-11-2023 સુધી I-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.
સરકાર દ્વારા સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના શરૂ કરાઇ
બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો પણ શુધ્ધ, તંદુરસ્ત અને રોગ-જીવાત મુક્ત ઘરૂ/રોપા કલમ થકી ખેતી કરતા થયા છે અને સારી નર્સરીમાંથી જ પ્લાન્ટિંગ મટિરિયલ ખરીદવાનો આગ્રહ રાખતા થયા છે. ખેડૂતને ગ્રામ્ય કક્ષાએ નાની નર્સરી ઉભી કરી બાગાયતી પાકોના રોગમુક્ત પ્લાન્ટિંગ મટીરીયલ તૈયાર કરવાનો નવીન વ્યવસાય તેમજ આવકનો સ્ત્રોત ઉભો કરી પ્રોત્સાહિત કરવા બાગાયતના વિકાસ માટે ગુજરાત રાજ્યના બાગાયત ખાતા દ્વારા વર્ષ 2023-24માં સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ’ યોજના શરૂ કરવામાં આવી છે.
યોજના હેઠળ નડિયાદના ખેડૂતો માટે I-khedut પોર્ટલ ખુલ્લું મુકાયું
આ યોજના અંતર્ગત નડિયાદ જિલ્લાના ખેડૂતો ઓનલાઇન અરજીઓ કરી શકે તે હેતુથી સરકાર દ્વારા I-khedut પોર્ટલ તા.30-11-2023 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ઘટક માટે ખેડૂતોને આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી અરજીપત્રકની પ્રિંટ આઉટ લઇ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગુઠાનું નિશાન કરી, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, 7-12 અને 8-અ જેવા દસ્તાવેજો સહિત, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક “ડી”. રૂમ ન: 4-5, સરદાર પટેલ ભવન, નડીયાદ જિ. ખેડા ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા તાત્કાલિક દિન 10 માં પહોંયાડવાની રહેશે, ત્યાર બાદ જ તેઓની અરજીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી ખેડા, જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યુ છે.
આ પણ જુઓ :ગુજરાતઃ જેલના ફિક્સ પે કર્મચારીઓની દિવાળી સુધરી, જાણો કેટલું ભથ્થુ વધાર્યું