લક્ષ્મીજીની પૂજામાં કમળના ફૂલનું શું છે મહત્ત્વ? જાણો કેવી રીતે કરશો પૂજન
- દિવાળીના દિવસે સાંજે શુભ મુહૂર્તમાં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મા મહાલક્ષ્મી, મા મહાકાળી અને મા સરસ્વતી લક્ષ્મીના સ્વરૂપ છે
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ઉજવાય છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, 2023ના રોજ છે. દિવાળીના દિવસે લોકો પોતાના પ્રિયજનોને ઉપહાર આપે છે અને પોતાના ઘરને રોશની, ફુલ હારથી સજાવે છે. દિવાળીના દિવસે સાંજે શુભ મુહૂર્તમાં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મા મહાલક્ષ્મી, મા મહાકાળી અને મા સરસ્વતી લક્ષ્મીના સ્વરૂપ છે, જેની દિવાળી દરમિયાન પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી પૂજામાં કમળના ફૂલનું ખૂબ મહત્ત્વ છે.
લક્ષ્મી પૂજનમાં કમળના ફૂલનું મહત્ત્વ
અષ્ટકમલ એટલે કે આઠ કમળના ફૂલ માં લક્ષ્મીને અતિપ્રિય છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર મા લક્ષ્મીનો અવતાર કમળના ફૂલથી જ થયો હતો. તેથી લક્ષ્મી પૂજા દરમિયાન માતાને આઠ કમળના ફૂલ ચઢાવવામાં આવે છે. જો લક્ષ્મી પૂજા દરમિયાન કમળના ફૂલ ઉપલબ્ધ નથી તો ભક્તો મા લક્ષ્મીને જાસૂદ પણ ચઢાવી શકે છે. ૐ શ્રીં, ૐ હ્રીં, ૐ શ્રીં હ્રીં મહાલક્ષ્મયે નમઃ નો જાપ કરો
મા લક્ષ્મીનો બીજ મંત્ર
લક્ષ્મી બીજ મંત્ર એક શક્તિશાળી મંત્ર છે, જે જીવનમાંથી ધનની કમીને દૂર કરે છે. એવી માન્યતા છે કે મા લક્ષ્મીને આઠ કમળના ફૂલ ચઢાવવાથી અને લક્ષ્મી બીજ મંત્રનો જાપ કરવાથી ભક્તોને દેવામાંથી મુક્તિ મળે છે. એવી માન્યતા છે કે જ્યારે આપણે લક્ષ્મી બીજ મંત્રનો જાપ કરીએ છીએ તો બુદ્દિ તેજ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
દિવાળી લક્ષ્મી પૂજન વિધિ
સૌથી પહેલા ઈશાન કોણ કે ઉત્તર દિશામાં સાફ-સફાઈ બાદ સ્વસ્તિક બનાવો. એક કટોરીમાં ચોખા રાખો. લાકડાની પાટ પર લાલ કપડું રાખો. તેની પર મા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર રાખો અને ધ્યાન રાખો કે માતા લક્ષ્મીની તસવીરમાં ગણેશજી અને કુબેરજીની તસવીર પણ હોય. તમામ મૂર્તિઓ કે તસવીરો પર જળ છાંટીને તેને પવિત્ર કરો. હવે કુશના આસન પર બેસીને માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેરજીને વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત અને અંતમાં દક્ષિણા ચઢાવો. માતા લક્ષ્મી સહિત તમામ દેવી-દેવતાઓના માથા પર હળદર, કંકુ અને ચોખા ચઢાવો. પૂજા કર્યા બાદ ભોગ અને પ્રસાદ ચઢાવો. છેલ્લે ઉભા થઈને દેવી-દેવતાની આરતી કરો, ત્યારબાદ ભગવાનને આરતી આપો અને તમે જાતે લો. પૂજા બાદ ઘરના આંગણ અને મેઈન ગેટ પર દીપક પ્રગટાવો. આ દીપક યમના નામનો પણ પ્રગટાવવો જોઈએ.
આ પણ વાંચોઃ દિવાળી પર બનશે દુર્લભ યોગઃ આ રાશિઓ પર લક્ષ્મીજીની કૃપા