મનોરંજન

આજે બોલિવૂડ એકટર રણવીર સિંહનો જન્મદિવસ, પૈસા માટે કોલેજના દિવસોમાં નોકરી..

Text To Speech

રણવીર સિંહ ઘણીવાર પોતાની ફેશનને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ દિવસોમાં તે તેની પત્ની દીપિકા પાદુકોણ અને તેના પ્રત્યેના અપાર પ્રેમ માટે યુએસમાં હેડલાઇન્સમાં છે. આજે અભિનેતા પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આજે અમે તમને રણવીર સિંહની જાણી અજાણી વાતોથી કરીશું અવગત..

રણવીર સોનમ કપૂરનો સંબંધી

રણવીરની અટકની કહાની તો કદાચ બધા જાણે છે. રણવીર સિંહનું નામ રણવીર ભવનાની હતું જે બાદમાં અભિનેતાએ બદલી નાખ્યું હતું. તે સોનમ કપૂરની માતા સુનીતા કપૂરના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આવી સ્થિતિમાં રણવીર અને સોનમ એકબીજાના કઝીન છે. સોનમના લગ્નમાં રણવીર પણ ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો.

રણવીર અભિનયનો શોખીન 

હવે આવો રણવીરના એ રહસ્ય પર નજર કરીએ જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. રણવીર અભિનયનો શોખીન હતો પરંતુ તે એ પણ જાણતો હતો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવો એટલું સરળ નથી. તેણે સર્જનાત્મક લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે સ્નાતકની ડિગ્રી મેળવવા માટે યુએસની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં એડમિશન લીધું. યુનિવર્સિટીમાં તેણે અભિનયના વર્ગો અને થિયેટરની પ્રેક્ટિસ શરૂ કરી.

યુનિવર્સિટીના દિવસોમાં બનાવતો હતો બટર ચિક

રણવીરના કોલેજના દિવસો હતા જ્યારે તેણે પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું હતું. વોગના અહેવાલ મુજબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે રણવીરે સ્ટારબક્સમાં પાર્ટ ટાઈમ જોબ કરી હતી. આટલું જ નહીં, તે વધારાની આવક મેળવવા માટે તેના રૂમમાં બટર ચિકન પણ વેચતો હતો. જો કે, રણવીરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કોલેજમાં તે બટર ચિકન બનાવીને તેના મિત્રોને આપતો હતો અને તેમને હોમવર્ક કે અન્ય કામ કરાવવા કરાવતો હતો.

Back to top button