અમદાવાદમધ્ય ગુજરાત

અમદાવાદમાં ઓનલાઈન લૂડો રમતાં મોટી રકમ હાર ગયો, દેવુ ભરપાઈ કરવા 10.73 લાખની લૂંટ કરી

Text To Speech

અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં જાહેરમાં થતી લૂંટના કિસ્સાઓ પણ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહ્યાં છે. (Crime branch) ત્યારે શહેરના નારણપુરા વિસ્તારમાં થયેલી ચીલઝડપ મુદ્દે ક્રાઈમ બ્રાંચે એક આરોપીને ઝડપી પાડ્યો છે. (10.73 lakh Robbery)તેની પાસેથી લૂંટ કરાયેલ મોટાભાગનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીએ લૂંટ કરેલ મુદ્દામાલાંથી 50 હજાર રૂપિયા લૂડો ગેમમાં હારી ગયો હોવાનું કબૂલ્યું છે. આરોપીએ ગઈકાલે નારણપુરા વિસ્તારમાં મીરાંમ્બિકા સ્કૂલ પાસેથી 10.73 લાખના સોનાના દાગીના અને રોકડની લૂંટ કરી હતી.

આરોપીએ મહિલા પાસે રહેલા દાગીના અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે નારણપુરા વિસ્તારમાં એક મહિલા બેંકના લોકરમાં સોનાના દાગીના મુકવા જતી હતી. આ દરમિયાન આરોપીએ મહિલા પાસે રહેલા દાગીના અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં. જેના આધારે પોલીસે આરોપીનો પીછો કર્યો હતો અને ખમાસા ચાર રસ્તા પાસેથી તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી 10.58 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

અગાઉ વાહનચોરી અને ચેન સ્નેચિંગ જેવા સાત ગુનાઓ આચર્યા
પોલીસે ઝડપેલા આરોપી રાહિલ મન્સુરીની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે કેટલાક સમયથી ઓનલાઈન લૂડો રમતો હતો. જેમાં તે મોટી રકમ હારી ગયો હતો જેથી તેણે આ લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ પણ તે રકમમાંથી બીજા 50 હજાર રૂપિયા લૂડો રમવામાં હારી ગયો હતો. પોલીસે આરોપીની વધુ તપાસ કરતાં તેણે અગાઉ વાહનચોરી અને ચેન સ્નેચિંગ જેવા સાત ગુનાઓ આચર્યા છે અને જેલવાસ પણ ભોગવ્યો છે.

Back to top button