મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસઃ જયસુખ પટેલની દિવાળી જેલમાં જશે, વેકેશન બાદ જામીન અરજી પર સુનાવણી
મોરબીઃ (morbi) ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે હંગામી જામીન પર છોડવા માટે કોર્ટ સમક્ષ માંગ કરી હતી. (hanging bridge) બીજી બાજુ આ ઘટનામાં મૃતકોના પરિવારજનોએ જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. (oreva Company) હાઈકોર્ટે આ જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવા નિર્ણય કર્યો છે.
(jaysukh patel) હવે જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે. (court bail) આ દુર્ઘટનામાં તાજેતરમાં જ ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને કોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા. કોર્ટે તેમને રાજકોટ અને મોરબીમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા. આ કેસમાં કોર્ટે અત્યાર સુધીમાં 3 સુરક્ષા કર્મી, 2 ક્લાર્ક સહિત એક મેનેજરને જામીન પર મુક્ત કર્યાં છે.
કોર્ટ પાસે હંગામી જામીન મેળવવા માટે અરજી કરી
મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતા પુલનું રિનોવેશન જયસુખ પટેલની ઓરેવા કંપનીએ કર્યું હતું. 26 ઓક્ટોબર 2022 થી મોરબીનો ઝૂલતો પુલ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષ સુધી ટકી શકશે તેવી ગેરંટી આપવામાં આવી હતી.
આ બ્રિજ તૂટતાં 135 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યાર બાદ કોર્ટ સામે હાજર થતા તે હાલ ન્યાયિક કસ્ટડીમાં જેલમાં બંધ છે અને વારંવાર જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરે છે. તેમણે નિયમિત જામીન ન મળે ત્યાં સુધી કોર્ટ પાસે હંગામી જામીન મેળવવા માટે અરજી કરી છે.
આ પણ વાંચોઃ ભાવનગરઃ સફાઈ કર્મીને બચાવવા ગયેલા કોર્પોરેશનના કર્મચારીનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ