રાજ્યના ૧૩ જિલ્લાના ૫૮ તાલીમાર્થીઓએ પર્વતારોહણની મેળવી તાલીમ
- તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
- કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ જોડાઈને શિબિરાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું
જૂનાગઢ : જૂનાગઢ ખાતે તારીખ ૦૩-૧૧-૨૦૨૩થી તા.૦૯-૧૧-૨૦૨૩ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર સરકારી એડવેન્ચર માટેની તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં ૧૩ જિલ્લાના ૫૮ જેટલા ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી હતી. સમાપન કાર્યક્રમના અધ્યક્ષ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશ્નર લેબર ડૉ. અમીષા પટેલ, વાલી-એ-સોરઠ હાઈસ્કૂલના આચાર્ય હારૂનભાઈ વિહળ અને માનદ ઇન્સ્ટ્રક્ટરઓના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મહાનુભાવોએ કાર્યક્રમોમાં કેમ્પના અનુભવો કર્યા વ્યક્ત
આ કાર્યક્રમમાં સૌનું સ્વાગત કરીને શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડે આપી હતી. શિબિરાર્થીઓએ પ્રજાપતિ ઈશિકા, ચાવડા ફોરમ, હીર ભાવસાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલા કેમ્પના અનુભવો વિશે અભિપ્રાય પ્રાપ્ત કર્યા હતા. અતિથી વિશેષ હારૂનભાઈ વિહળે શિબિરાર્થીઓને સારી આદતો કેળવવા માટે જણાવ્યું હતુ. કાર્યક્રમના અધ્યક્ષ એવા ડૉ. અમીષા પટેલ દ્વારા આવા પ્રકારના કોર્ષમાં ભાગ લેતા રહેવા અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે માનદ ઇન્સ્ટ્રક્ટર બચુભાઈ મકવાણા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન રાવલ વીર તથા દેવાંશી પટેલે કર્યું હતું.
આ સરકારી એડવેન્ચર કોર્સમાં રાજ્યભરમાંથી બચુભાઈ મકવાણા, રણજીતસિંહ ઝાલા, પિયુષ પાંડવ, મિલન બાંમણીયા, પ્રિયા મ્યાત્રા, પીનલ પટેલ, નેન્શી દવેએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી. રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા આવા સરકારી એડવેન્ચર કોર્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ જુઓ :જુનાગઢ: ૨૩મી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે