આયુર્વેદ દિવસ: ભુજમાં વિનામૂલ્યે નિદાન – સારવાર કેમ્પ યોજાશે
ભુજ: આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે “આયુર્વેદ ફોર વન હેલ્થ” થીમ અંતર્ગત આજરોજ તા. ૧૦/૧૧/૨૦૨૩ નાં રોજ આયુર્વેદના ભગવાન ધન્વન્તરીનું પૂજન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વિનામૂલ્યે નિદાન – સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે નિદાન – સારવાર કેમ્પ
આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત નિદાન – સારવાર કેમ્પનું ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે, સરપટ નાકા, ભુજ ખાતે યોજવામાં આવશે.
કેમ્પમાં દરેક પ્રકારના દર્દની સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવશે
નિદાન-સારવાર કેમ્પમાં મફત બ્લડ સુગર ચેક અપ, ડાયાબિટીસની મફત આયુર્વેદિક/હોમિયોપેથિક ઔષધીય સારવાર, ડાયાબિટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.
સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે. હરસ-મસા-ભગંદરની તપાસ તથા નિદાન તથા સારવાર, કુપોષિત-નબળા બાળકોને ખાસ પ્રકારની શકિતવર્ધક ઔષધ, જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોના શારીરિક-માનસિક-બૌધિક વિકાસ માટે શ્રેષ્ઠ એવા સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવવામાં આવશે. આ ઉપરાંત, સ્ત્રીરોગ-વંધ્યત્વ નિવારણ અંગે સલાહ તથા સારવાર આપવામાં આવશે અને તમામ પ્રકારના રોગોનું આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી સારવાર આપવામાં આવશે.
- આ નિદાન – સારવાર કેમ્પ વિનામૂલ્યે હોવાથી તેનો જાહેરજનતા લાભ લઈ શકે છે.
આ પણ વાંચો: જૂનાગઢ મુક્તિ દિવસઃ આરઝી હકુમતે મુક્તિનો ઝંડો ન ઉપાડ્યો હોત તો આજે ભારતનો નકશો કેવો હોત?