ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં હાઈસ્પીડ કાર અને 6 વાહનો વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ

  • બાંદ્રામાં સ્પીડમાં આવતી કાર છ વાહનો સાથે અથડાઈ ગઈ
  • ટોલ પ્લાઝા પર ઊભેલા ત્રણ લોકોના મોત, અનેક ઘાયલ

મુંબઈ : મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પરના ટોલ પ્લાઝા પર ગુરુવારે મોટો કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક હાઈસ્પીડ કાર ચાલકે 6 વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયાં હતા. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે 10.15 વાગ્યે સી લિંક પર ટોલ પ્લાઝાથી માત્ર 100 મીટર પહેલા આ અથડામણ થઈ હતી. રાત્રે બાંદ્રા તરફ જઈ રહેલી એક હાઈસ્પીડ કાર અનેક વાહનો સાથે અથડાઈ હતી અને નુકસાન પહોંચાડ્યું હતું. પ્રારંભિક ટક્કર બાદ કારની સ્પીડ વધી ગઈ હતી અને તે પ્લાઝા પર પાર્ક કરાયેલા અન્ય વાહનો સાથે અથડાઈ હતી.

 

અકસ્માત કેવી રીતે સર્જાયો ?

 

ગુરુવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે, એક ઈનોવા કાર વરલીથી બાંદ્રા બાજુ ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે આ કાર ટોલ પ્લાઝાથી લગભગ 100 મીટરના અંતરે અનેક વાહનો સાથે અથડાઈ હતી અને વરલી સી-લિંક પર મર્સિડીઝ કારને ટક્કર માર્યા બાદ તેણે તેની સ્પીડ વધારી અને ઝડપથી ભાગી જવાના પ્રયાસમાં તેણે અન્ય કેટલાક વાહનોને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતથી 3 લોકોના મૃત્યુ થયાં છે જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયાં છે.

ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે રોડ અકસ્માત વિશે શું જણાવ્યું ?

 

મુંબઈ પોલીસના DCP કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું કે, “ગુરુવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે એક કાર વરલીથી બાંદ્રા જઈ રહી હતી. આ કાર ખૂબ જ સ્પીડમાં હતી. આ સમય દરમિયાન, સી લિંક પર ટોલ પ્લાઝાથી 100 મીટર દૂર, ઝડપી કાર એક વાહન સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે તે નિયંત્રણ બહાર જતી રહી હતી. આ પછી કાર વધુ બે-ત્રણ વાહનો સાથે અથડાઈ હતી. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, “ઝડપભેર આવતી કારે નવ વાહનો અને એક ડઝન લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયાં છે, જેમની સારવાર ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે. બે ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. કેસની તપાસ ચાલી રહી છે. આરોપીની શોધખોળ પણ ચાલુ છે.

આ પણ જુઓ :મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એમ્બ્યુલન્સમાં સિલિન્ડર બ્લાસ્ટ, દર્દીનું મૃત્યુ

Back to top button