Diwali 2023અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

દિવાળીએ આંબલી-ઇસ્કોન રોડ પરની ઇમારતો-શોપિંગ કોમ્પલેક્ષ ઝગમગશે

Text To Speech
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો નવતર અભિગમ
  • અમદાવાદ મહાનગરને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાની નેમ
  • શહેરની સજાવટ ‘મારું શહેર મારું ઘર’ નો સંદેશો આપશે

દિપાવલી પર્વોત્સવમાં અમદાવાદ મહાનગરને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાની નેમ સાથે આંબલી-ઇસ્કોન રોડ પરની ઇમારતો-શોપિંગ કોમ્પલેક્ષ ડેકોરેટિવ લાઇટિંગથી સજાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સ્માર્ટ સિટીઝના કોન્સેપ્ટને ધરાતલ પર સાકાર કરીને શહેરી સુવિધા, સુખાકારીમાં અભિવૃદ્ધિ કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આ રાહે આગળ વધીને નાગરીકો શહેરને જ પોતાનું ઘર માને, મારું શહેર જ મારુ ઘર છે એવી ભાવના શહેરીજનોમાં કેળવાય તેવો અભિગમ ભૂપેન્દ્ર પટેલે કેળવ્યો છે અને તે અભિગમ સાથે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

AMC અને GIHED CREDIA દ્વારા વિવિધ આર્કિટેક્ચરલ થીમ આધારિત કરાશે રોશની

વધુમાં ભુપેન્દ્રભાઈના નિર્ણય મુજબ લોકો દિપાવલીમાં ઘર આંગણામાં દીવડા-દીપમાળા પ્રગટાવે છે તેમ ‘મારું શહેર મારું ઘર’ થીમ સાથે ધનતેરસથી એક સપ્તાહ પ્રકાશ પર્વની રોશનીથી સમગ્ર વિસ્તાર સુશોભિત કરાશે. ઇસ્કોન-આંબલી રોડને વિવિધ આર્કિટેક્ચરલ થિમ પર રંગબેરંગી રોશનીથી સજાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GIHED CREDIA દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે. નાગરિકો શહેરી સુખાકારી-સુવિધાઓને જાણે-માણે, સ્વચ્છતા અંગે વધુ સભાનતા કેળવાય અને પોતાના શહેર પ્રત્યે પોતીકો ભાવ જાગૃત થાય, વધુ દ્રઢ થાય તેવા ભાવ સાથે આ સમગ્ર રોડને શણગારવામાં આવશે.

ધનતેરસથી એક સપ્તાહ સુધી પ્રકાશ પર્વની રોશનીથી સમગ્ર વિસ્તાર સુશોભિત કરાશે

આ અભિનવ પ્રયોગમાં અમદાવાદના નગરજનો જોડાઈને આવા ડેકોરેટિવ સ્થળોની મુલાકાત લઇ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સેલ્ફી કે ડેકોરેશનની તસવીરો શેર કરે તેવો આશય આ આયોજનનો છે. રોશનીનો આ ઝગમગાટ ધન તેરસના દિવસથી શરૂ કરીને એક સપ્તાહ સુધી ‘મારુ શહેર, મારુ ઘર’નો સંદેશો આપશે. ઇસ્કોન આંબલી રોડ પર વિવિધ આર્કિટેક્ચરલ થીમ આધારિત રોશનીની સજાવટ, શણગાર અને સુંદર પ્રયોજનો દિવાળી-નવવર્ષના માહોલ વચ્ચે શહેરીજનો માટે અનેરૂ આકર્ષણ બની રહેશે.

Back to top button