ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું, સેમિફાઈનલમાં દાવેદારી કરી મજબૂત
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાનો પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે. હવે જો પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવું હોય તો તેણે ઈંગ્લેન્ડને 287 રનથી હરાવવું પડશે, જે ઘણું મુશ્કેલ છે. શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 171 રન બનાવ્યા હતા. એક સમયે ટીમે 128 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ છેલ્લે આવેલા બેટ્સમેનોએ 43 રન ઉમેરી ટીમને 171 સુધી પહોંચાડી દીધી હતી. જો ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો હોત તો પાકિસ્તાને સેમિફાઈનલમાં પહોંચવા માટે 300 રનથી મેચ જીતવી જોઈતી હતી, પરંતુ કિવી ટીમે 24મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
New Zealand made a solid push to affirm their place in the top four with a crucial victory over Sri Lanka 👊#NZvSL | #CWC23 | 📝: https://t.co/2hBz4ErQKl pic.twitter.com/ssQiL653dw
— ICC Cricket World Cup (@cricketworldcup) November 9, 2023
છેલ્લી સતત 4 મેચમાં મળેલી હારને કારણે ન્યૂઝીલેન્ડ માટે સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ દેખાઈ રહ્યું હતું. તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવવું તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. જોકે, તેને એવી જીત નોંધાવવાની પણ જરૂર હતી, જેનાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની આશા ખતમ થઈ જાય. કેન વિલિયમસનની ટીમ બેંગલુરુમાં નિરાશ ન થઈ. બોલરોએ આ જીતનો પાયો નાખ્યો અને પછી બેટ્સમેનોએ તેને સફળતાપૂર્વક પુરો કર્યો.
આ રીતે હવે પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરશે તો સેમિફાઇનલમાં પહોંચવા માટે તેને 287 રનથી મેચ જીતવી પડશે.