ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

Text To Speech

આજે હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આ સિવાય સુરત, નવસારી, વાપી, કચ્છ, ભુજમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. તો સાથે સાથે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Rain Gujarat
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

અમદાવાદમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. અમદાવાદના એસજી હાઇવે, ઘુમા, બોપલ, ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકયો છે. સાથો સાજ ગોતા, શીવરંજની, વસ્ત્રાપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો છે. વરસાદી માહોલથી રોડ રસ્તા પર પાણી ભરાયા.

Gujarat Rain

કચ્છમાં વરસાદનું આગમન

કચ્છમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. પશ્ચિમ કચ્છ અબડાસા,લખપત, તેરા, રાતાતરાવ,વિભાપર, બા લાચોર, માતાના મઢ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સરહદી વિસ્તારમાં વરસાદ વરસતા માલધારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસતારોમાં વરસાદ નોંધાયો છે. મેટોડા જીઆઈડીસી, વાજડી વડ, વાગુદડ, મેટોડા, બાલસર, રાતૈયા,ખીરસરા, દેવગામ, છાપરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

પોરબંદરમાં વરસાદી માહોલ

પોરબંદર નજીકના વનાણા અને પીપળીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પોરબદર-કુતિયાણા નેશનલ હાઇવે પર વાહનો થભી ગયા હતા. માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં મેઘ મહેર

અમરેલી જિલ્લામાં આજે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. જેમાં લાઠી અને બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. બાબરાના નાની કુંડળ, મોટી કુડળ, જામ બરવાળા અને લીંબડીયામાં સારો વરસાદ પડ્યો છે. લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘીમી ઘારે વરસાદ શરૂ થયો છે. વાવણી બાદના વરસાદથી ઘરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર શહેરમાં ભારે વરસાદ

જામનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પટેલ કોલોની, સાત રસ્તા, ખંભાળિયા ગેટ, શરૂ સેક્શન સહતીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયું છે.

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે સતત ચોથા દિવસે વરસાદ પડી રહ્યો છે. જેસર તાલુકાના આસપાસ ગામડાઓમાં પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બિલા, સરેરા, ઉગલવાણ અને શાંતિનગર સહિત વહેલી સવારથી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે માલણ ડેમમાં નવા નીરની આવક ચાલુ થઈ  છે. સાથે જ નદી નાળા પણ છલકાયા છે. વાવણીની સાથે સમયસર વરસાદ થતાં ખેડૂતોમા ખુશીની લહેર છવાઈ છે.

ગઢડા શહેર સહિત પંથકમાં મેઘો મુશળધાર

બોટાદના ગઢડા શહેર સહિત પંથકમાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ ગઢડા તાલુકામાં ફરી વરસાદ શરૂ થયો છે. ગઢડા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં  વરસાદ વરસી રહ્યો છે. ગઢડા,ગુંદાળા,રાણીયાલા, ઢસા,પાટણા પીપરડી સહિત ગામડાઓમાં સારો વરસાદ પડ્યો છે.

ગોંડલમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

રાજકોટ જિલ્લાના ગોંડલમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ટૂંકા વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, માંડવી ચોક, કોલેજ ચોક, કપુરીયા ચોક, ભવનાથ, કૈલાસ બાગ, મહાદેવ વાળી તેમજ જેતપુર રોડ પર વરસાદ વરસી રહ્યો છે.

 

 

Back to top button