એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ખેડા જિલ્લાના યુવકો માટે ટપાલ વિભાગમાં વીમા એજન્ટ તરીકે જોડાવાની તક

Text To Speech

ખેડા: ટપાલ વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા ખેડા જિલ્લાના યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. ખેડા જિલ્લા ટપાલ વિભાગ દ્વારા વીમા એજન્ટની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ‘વોક-ઇન-ઇન્ટરવ્યુ’ ગોઠવવામાં આવ્યું છે. જાણો સમય અને સ્થળ, તેમજ શું લાયતાક જોઈશે.

વોક-ઇન-ઈન્ટરર્યુ કયાં રાખવામાં આવ્યું છે ?

  • ખેડા ટપાલ વિભાગ દ્વારા અધિક્ષક ડાકઘર, ખેડા ડિવીઝન, નડિયાદ કચેરી દ્વારા ટપાલ જીવનવીમા/ગ્રામીણ ટપાલ જીવનવીમાના એજન્ટની નિયુક્તિ માટે “વોક-ઇન-ઇન્ટરવ્યુ”નું આયોજન સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ, ખેડા ડિવીઝન, બીજો માળ, નડીયાદ હેડ પોસ્ટ ઓફીસ બિલ્ડીંગ, અમદાવાદી બજાર પાસે, નડિયાદ ખાતે રાખવામાં આવ્યું છે.

વોક-ઇન-ઈન્ટરર્યુ ક્યારે રાખવામાં આવ્યું છે ?

  • તારીખ-૧૭/૧૧/૨૦૨૩ (શુક્રવાર) સમય: સવારે ૧૧.૦૦ થી ૦૧.૦૦ કલાકે વોક-ઇન-ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.

આ વોક-ઇન-ઇન્ટરવ્યુ કોણ-કોણ આપી શકે છે ?

  • વોક-ઇન-ઇન્ટરવ્યુ આપવા માટે ઉમેદવારે ધોરણ-૧૦મું પાસ અથવા ધોરણ-૧૨મું પાસ હોવો જોઇએ. આ ઉપરાંત વોક-ઇન-ઈન્ટર્યુ આપવા આવનાર ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.

કોમ્પ્યુટરની જાણકારી તેમજ…ને પ્રથમ પ્રાથમિકતા અપાશે

  • ભારતીય ટપાલ વિભાગના “વોક-ઇન-ઇન્ટરવ્યુ” માટે ખેડા જિલ્લાના રહેવાસી ઉમેદવારોને, ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને, કોમ્પ્યુટરની જાણકારી, સ્થાનિક જગ્યાની જાણકારી ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

આ વોક-ઇન-ઈન્ટર્યુમાં હાજર રહેનાર ઉમેદવારે શું સાથે લઈને આવવાનું રહેશે ?

વોક-ઇન-ઇન્ટરવ્યુમાં ઉમેદવારે પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝનો ફોટા-૨ નંગ, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટિફીકેટ અને અનુભવનો દાખલો (જો હોય તો) ઓરીજીનલ તેમજ દરેકની સ્વપ્રમાણીત નકલ સાથે લાવવાની રહેશે. અને જે ઉમેદવારની પસંદગી ડાયરેક્ટ એજન્ટ તરીકે થશે તેમણે રૂપિયા ૫૦૦૦/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોજીટ સર્ટિફીકેટ જમા કરાવવાની રહેશે.

આ પણ વાંચો: આ દિવાળીએ ગુજરાત સહિત દેશભરમાં ઠેરઠેર વોકલ ફૉર લોકલ અભિયાન

Back to top button