ખાન સ્ટડી ગ્રુપને ખોટી જાહેરાતો બદલ ગ્રાહક સત્તામંડળે 5 લાખનો દંડ ફટકાર્યો
- CCPAએ KSG પર ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથા બદલ રુપિયા 5 લાખનો દંડ ફટકાર્યો
- KSG જાહેરાતમાં મુખ્યત્વે તેમના ચિત્રો મૂકીને સફળ ઉમેદવારના પ્રયત્નો અને સફળતાનો સંપૂર્ણ શ્રેય લેતો જોવા મળ્યું છે
નવી દિલ્હીઃ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ખાન સ્ટડી ગ્રુપ (KSG) પર ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથા બદલ રુપિયા 5 લાખનો દંડ ફટકાર્યો છે. દેશભરમાં ગ્રાહક અધિકારોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મુખ્ય કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રાની અધ્યક્ષતામાં CCPA દ્વારા ખાન સ્ટડી ગ્રુપ (KSG) સામે ગેરમાર્ગે દોરતા દાવાઓની જાહેરાત કરીને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથા માટે રુપિયા 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દર વર્ષે જ્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસીસ એક્ઝામનું પરિણામ આવે છે, ત્યારે વિવિધ IAS કોચિંગ સંસ્થાઓ સફળ ઉમેદવારોને તેમના વિદ્યાર્થીઓ હોવાનો દાવો કરતી જાહેરાતો કરવાનું શરૂ કરે છે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સંભવિત ઉમેદવારોને પ્રભાવિત કરવા માટે જેમાં આવા ઉમેદવારો દ્વારા પસંદ કરવામાં આવેલા અભ્યાસક્રમો અથવા તેમના દ્વારા ચૂકવવામાં આવતી ફી અને આ રીતે હાજર રહેલા અભ્યાસક્રમની લંબાઈ જાહેર કર્યા વિના ટૉપર્સ અને સફળ ઉમેદવારોના ચિત્રો અને નામોનો ઉપયોગ કરે છે. તેના કારણે CCPA સુઓમોટોનો ઉપયોગ કરીને વિવિધ IAS સંસ્થાઓને નોટિસ ફટકારી હતી. ખાન સ્ટડી ગ્રુપ તેમાંથી એક છે.
KSGએ પોતાની જાહેરાતમાં દાવા કર્યા
ખાન સ્ટડી ગ્રુપે પોતાની જાહેરાતમાં દાવા કર્યા છે કે પસંદગી પામેલા 933 માંથી 682 વિદ્યાર્થીઓ KSGના છે, UPSC પરીક્ષા 2022ના તમામ ટોચના 5 સફળ ઉમેદવારો KSGના છે. આવા દાવા અંગે તપાસ કરતાં CCPAને જાણવા મળ્યું કે KSGએ વિવિધ અભ્યાસક્રમોની જાહેરાત કરી હતી પરંતુ UPSC પરીક્ષા 2022માં જાહેરાત કરાયેલા સફળ ઉમેદવારો દ્વારા પસંદ કરેલા અભ્યાસક્રમના સંદર્ભમાંની માહિતી ઉપરોક્ત જાહેરાતમાં છુપાવવામાં આવી હતી. માટે ખાન સ્ટડી ગ્રુપને 03.08.2023 ના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી.
CCPAને ગ્રાહકોના વર્ગના અધિકારોનું રક્ષણ, પ્રોત્સાહન અને અમલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તપાસ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે 682માંથી માત્ર 8 સફળ ઉમેદવારોએ જ વધારાના અભ્યાસક્રમો માટે માર્ગદર્શન લીધું હતું, તે પણ અગાઉના વર્ષોમાં. આ હકીકત તેમની જાહેરાતોમાં જાહેર કરવામાં આવી ન હતી. જેનાથી ગ્રાહકોને એવું માનવા માટે છેતરી રહ્યા છે કે આવા સફળ ઉમેદવારો તેમની સફળતા માટે સંસ્થાને આભારી છે. CCPAને જાણવા મળ્યું કે UPSC સીએસ પરીક્ષા 2022ના તમામ 5 ટૉપર્સ એટલે કે ઇશિતા કિશોર (AIR -1), ગરિમા લોહિયા (AIR – 2), ઉમા હરથી એન (AIR – 3), સ્મૃતિ મિશ્રા (AIR- 4) અને મયુર હઝારિકા (AIR – 5) એ ફક્ત ખાન સ્ટડી ગ્રુપ તરફથી મોક ઇન્ટરવ્યૂ લીધો હતો જે વિના મૂલ્યે હતો.
KSG ઉમેદવારોની સફળતાનો શ્રેય પોતે લેતું
ખાન સ્ટડી ગ્રુપ જાહેરાતમાં મુખ્યત્વે તેમનાં ચિત્રો મૂકીને સફળ ઉમેદવારના પ્રયત્નો અને સફળતાનો સંપૂર્ણ શ્રેય લેતું જોવા મળ્યું છે. સફળ ઉમેદવારની રેન્ક લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુમાં સ્કોર પર આધારિત છે. આમ UPSCના ઇચ્છુક ઉમેદવારો ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી લાલચમાં આવી શકે છે. જેના કારણે ગેરમાર્ગે દોરતા દાવા કરવા બદલ ખાન સ્ટડી ગ્રુપને 5 લાખનો દંડ ફટકાર્યો છે અને તાત્કાલિક અસરથી ખોટા અને ગેરમાર્ગે દોરતા દાવાઓ બંધ કરવા આદેશ જારી કર્યો છે.
આ પણ વાંચો, સ્પેનમાં આતંક ફેલાવવાના આરોપમાં 14 પાકિસ્તાનીઓની ધરપકડ