ગુજરાતટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ફિલ્મ ફેસ્ટિવલઃ ગુજરાત સહિત 19 રાજ્યમાંથી પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતા, કલાકારોને પસંદ કરવામાં આવ્યા

નવી દિલ્હી: 20 થી 28 નવેમ્બર સુધી ગોવામાં 54મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. જેના ભાગરૂપે 75 ક્રિએટિવ માઇન્ડ ઑફ ટુમોરો પહેલની ત્રીજી આવૃત્તિમાં જોડાવા માટે દેશભરમાંથી 75 યુવાનોની પસંદગી કરવામાં આવી છે. ભારતના 19 વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રતિભાશાળી યુવાનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. મોટાભાગની પસંદગી મહારાષ્ટ્રમાંથી છે. મહારાષ્ટ્ર પછી દિલ્હી, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને તમિલનાડુ છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આ વાત કહી

આ પસંદગી જ્યુરી અને ગ્રાન્ડ જ્યુરી પેનલ દ્વારા કરવામાં આવી છે. આ એડિશન વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, આ વર્ષે અમે ફરી એકવાર 75 ક્રિએટિવ માઇન્ડ ઑફ ટુમોરોના ભાગ રૂપે સમગ્ર ભારતમાંથી 10 કેટેગરીમાં 75 પ્રતિભાશાળી યુવા સર્જકોનો સમાવેશ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ અદ્ભૂત ટૂંકી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે જે ફિલ્મ નિર્માણ પડકારના ભાગરૂપે બનાવવામાં આવશે. તેમને આશા છે કે તમામ વિજેતાઓ ખાસ આયોજિત માસ્ટરક્લાસ અને ખાસ સેશન દ્વારા જ્ઞાન મેળવી શકશે.

600 સ્પર્ધકોમાંથી 75 કલાકારોની પસંદગી કરાઈ

600થી વધુ સ્પર્ધકોમાંથી 75 સહભાગીઓની કેટલાક માપદંડોના આધારે પસંદગી કરાઈ છે. જેમાં ફિલ્મના દિગ્દર્શન, પટકથા લેખન, સિનેમેટોગ્રાફી, અભિનય, સંપાદન, પ્લેબેક સિંગિંગ, મ્યુઝિક ડિઝાઈનિંગ, કોસ્ચ્યુમ અને મેક-અપ, આર્ટ ડિઝાઇન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX), ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR)અને એનિમેશન સામેલ છે. દિગ્દર્શન કેટેગરીમાંથી 18 કલાકારો, એનિમેશન, VFX, AR અને VR કેટેગરીમાંથી 13 કલાકારો અને સિનેમેટોગ્રાફી ક્ષેત્રના 10 કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX), ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) કેટેગરીઝમાંથી મહત્તમ અરજીઓ પ્રાપ્ત થઈ છે.

આમાં તમામ સ્પર્ધકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. ખાસ વાત એ છે કે મ્યુઝિક કમ્પોઝિશન, સાઉન્ડ ડિઝાઇન કેટેગરીમાં સૌથી યુવા સ્પર્ધક મુંબઈ, મહારાષ્ટ્રના શાશ્વત શુક્લા છે. શાશ્વત માત્ર 18 વર્ષનો છે. ઉલ્લેખનીય છે કે વિજેતાઓની યાદી IFFIની વેબસાઈટ પર જોઈ શકાશે. આ આવૃત્તિ માટે 75 સ્પર્ધકોની પસંદગી કરનાર જ્યુરી પેનલમાં ઘણા દિગ્ગજ લોકો પણ સામેલ છે.

75 ક્રિએટિવ માઇન્ડ ઑફ ટુમોરો એ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની એક નવીન પહેલ છે. તેનો હેતુ સમગ્ર ભારતમાંથી યુવા સિનેમેટિક પ્રતિભાઓને ઓળખવાનો અને તેનું પ્રદર્શન કરવાનો છે. આ પહેલના ભાગરૂપે, સહભાગીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ મળે છે. તેની શરૂઆત  IFFI ની 2021 આવૃત્તિ સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કરાઈ હતી.

આ પણ વાંચો:  કેન્દ્રીય મંત્રીએ અનુરાગ ઠાકુરે કરાવ્યો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો પ્રારંભ : કહ્યું- ભારતન બનશે વૈશ્વિક કન્ટેન્ટ હબ

Back to top button