ટ્રેન્ડિંગમનોરંજન

ધ આર્ચીઝનું ટ્રેલર કેવું લાગ્યું?: સુહાના ખાન-અગસ્ત્ય નંદાનું ડેબ્યુ

Text To Speech

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેનો હીરો અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા છે. સાથે સાથે આ ફિલ્મથી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહી છે. ફિલ્મની કહાની 60ના દાયકાની ફેમસ કોમિક ધ આર્ચીઝ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર મજેદાર છે.

ધ આર્ચીઝ‘ના ટ્રેલરમાં અગસ્ત્ય નંદા આર્ચીની ભૂમિકામાં જોવા મળશે, જે રિવરડેલ નામના હિલ સ્ટેશનમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરીને જીવન વિતાવી રહ્યો છે. તેની સાથે છે વેરોનિકા (સુહાના ખાન) છે, જે એક ધનવાન પિતાની એકની એક પુત્રી છે, જે લંડનથી અભ્યાસ કરીને આવી છે અને બેટી (ખુશી કપૂર), જે તેની બાળપણની મિત્ર છે અને પહેલેથી જ તેને પ્રેમ કરે છે. આ ત્રણની સાથે જુગહેડ (મિહિર આહુજા), ડિલ્ટન ડોઈલી (યુવરાજ મેંડા), એથલ મગ્સ (ડોટ) અને રેજી મેન્ટલ (વેદાંગ રૈના) છે. આ ઉપરાંત  ‘ધ આર્ચીઝ‘ ફિલ્મમાં વિનય પાઠક અને અલી ખાન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

‘ધ આર્ચીઝ’ના ટ્રેલરમાં તમામ બાળકો પોતાના રંગમાં જોવા મળે છે. આર્ચી સંગીતકાર બનવા માંગે છે, જ્યારે વેરોનિકા તેની સુંદરતા બતાવવામાં માને છે. બેટી આર્ચીને ડેટ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આર્ચીનો ક્રશ વેરોનિકા પર છે. બીજી તરફ, વેરોનિકાના પિતા (અલી ખાન) રિવરડેલના પ્રખ્યાત ગ્રીન પાર્કને બદલીને મોલ બનાવી દેવા ઈચ્છે છે. રિવરડેલમાં બીજા પણ ઘણા ફેરફારો થઈ રહ્યા છે, જેનાથી બધા બાળકો પરેશાન છે.

આ ફિલ્મ નેટફ્લિક્સ પર રીલીઝ થશે

ટ્રેલરથી સ્પષ્ટ છે કે ફિલ્મ ‘ધ આર્ચીઝ’ મજેદાર હશે. કોમિક બુકના ચાહકોને તેનું હિન્દી વર્ઝન જોવા મળશે. યુવા દર્શકોને પણ આ ફિલ્મ પસંદ આવશે. ફિલ્મના બે ગીત ‘સુનો’ અને ‘વા વા વ્રુમ’ રિલીઝ થઈ ચૂક્યા છે અને તેને પસંદ પણ કરવામાં આવી રહ્યા છે. નિર્દેશક ઝોયા અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તેના પ્રોડક્શન હાઉસ ટાઈગર બેબી હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી છે. ‘ધ આર્ચીઝ’ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે.

આ પણ વાંચોઃ કંગના રનૌતની ‘તેજસ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ! ફિલ્મને થયું 50 કરોડનું નુકસાન

Back to top button