આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

એક મહિલાએ મુસ્લિમ ધર્મ છોડવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા, પણ…

  • મલેશિયામાં ઈસ્લામ ધર્મ છોડવાના અનેક કિસ્સાઓ બન્યા છે
  • હાલમાં જ આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે
  • એક મહિલાએ કોર્ટમાં ઇસ્લામ ધર્મ છોડવાની અપીલ કરી હતી

મલેશિયા: મુસ્લિમ દેશ મલેશિયામાં લોકોએ ઇસ્લામ છોડવાના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. જેમાં કોર્ટથી શરિયા કોર્ટ સુધીના ચક્કર લગાવવા પડે છે. આવો જ વધુ એક કિસ્સો તાજેતરમાં બનવા પામ્યો છે જેમાં એક મહિલાએ ઇસ્લામ છોડવા માટે કોર્ટમાં અરજી કરી હતી. અરજી દાખલ કરતી વખતે મહિલાએ દલીલ કરી હતી કે જ્યારે તેઓ બે વર્ષના હતા ત્યારે તેમની માતાએ કલમા વાંચીને મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો પરંતુ હું પોતે કલમા પઢી નથી. તેથી તે ઇસ્લામ છોડીને આદિવાસી રિવાજો અનુસાર જીવવા માંગે છે. જોકે કોર્ટે આ મહિલાની અરજી ફગાવી દીધી છે.

મહિલાએ શું કરી હતી દલીલ?

મુસ્લિમ દેશ મલેશિયાના કુઆંતાન શહેરની હાઈકોર્ટે ઓરાંગ મૂળના આદિવાસી સમુદાયની એક મહિલાને ફરીથી તેમના આદિવાસી રીત-રિવાજો મુજબ જીવવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે તેમણે ઈસ્લામ ધર્મનું પાલન કરવું પડશે. મહિલાનો દાવો છે કે તેઓ ઓરાંગ મૂળના આદિવાસી સમુદાયના જાકુન જનજાતિના છે અને જ્યારે તે બે વર્ષના હતા ત્યારે તેમની માતાએ ઈસ્લામ કબૂલ કર્યો હતો.

અરજી ફગાવીને ન્યાયાધીશે શું કહ્યું?

ઇસ્લામ ધર્મ છોડવાની મહિલાની અરજીને ફગાવી દેતા કોર્ટના ન્યાયાધીશ ઝૈનલ આઝમાન અબ અઝીઝે કહ્યું કે અરજી દ્વારા મહિલાનો ઉદ્દેશ્ય ઇસ્લામ ધર્મ છોડવાનો છે અને આ એવો મુદ્દો છે જે સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી. પરંતુ શરિયા કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે. સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા પુરાવાના આધારે કોર્ટે નોંધ્યું હતું કે મહિલાની માતાએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને મહિલાનો ઉછેર તેમની માતા દ્વારા ઇસ્લામિક જીવનશૈલી અનુસાર કરવામાં આવ્યો હતો.

ઇસ્લામિક ફેમિલી લો એક્ટ ટાંકવામાં આવ્યો

ન્યાયાધીશ ઝૈનલ આઝમાન અબ અઝીઝે પહાંગ ઇસ્લામિક કૌટુંબિક કાયદો પણ ટાંક્યો, જેમાં એવી જોગવાઈ છે કે બાળકોની જેમણે સંભાળ લીધી છે તે જ માતા-પિતાનો ધર્મ બાળકો અપનાવશે. મહિલાનું કહેવું છે કે જ્યારે તેમની માતાએ ઇસ્લામ અપનાવ્યો ત્યારે તેમની ઉંમર માત્ર બે વર્ષની હતી. તેથી તેમણે ઇસ્લામ સ્વીકારવા માટે જરૂરી કલમા પઢી નથી. તેથી તેમને ઇસ્લામ છોડવાની મંજૂરી આપવી જોઈએ.

મલેશિયામાં આ પહેલા પણ આવા કિસ્સાઓ નોંધાયા છે

ઇસ્લામ છોડવાના આવા કિસ્સા ભૂતકાળમાં પણ નોંધાયા છે. વર્ષ 2022માં આવો જ એક કિસ્સો બન્યો હતો જેમાં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરની એક અદાલતે ધર્માંતરણ કેસની ન્યાયિક સમીક્ષા કરવાનો ઇનકાર કર્યો હતો. શરિયા કોર્ટે મુસ્લિમ માતા-પિતાથી જન્મેલી મહિલાને ઇસ્લામ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામે તેણે કુઆલાલમ્પુર કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો, રોહિંગ્યાઓની ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા 47 દલાલો ઝડપાયા

Back to top button