ટ્રેન્ડિંગનેશનલ

પ્રદૂષિત પાણીમાં સર્જાયેલું ઝેરી ફીણ જાહેરમાર્ગ પર ફેલાયું

Text To Speech
  • જાહેર માર્ગ પર ઝેરી ફીણની 6 ફૂટ ઉંચી દિવાલ ઉભી થઇ
  • મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
  • સ્થાનિકોએ રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી

મદુરાઈ: તમિલનાડુની અયાનપ્પકુડી કેનાલમાં પ્રદૂષિત પાણીમાં સર્જાયેલું ઝેરી ફીણ હવે જાહેર માર્ગ પર ફેલાઈ ગયું છે. રસ્તા પર ફેલાતા ઝેરી ફીણના કારણે મુસાફરોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. મળતી માહિતી મુજબ કેનાલમાં ઉદ્યોગો અને ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ, તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં ઉત્તરપૂર્વ ચોમાસાએ જોર પકડ્યું છે. જેના કારણે પાણીના પ્રવાહ કેનાલમાં ધસી આવતા પ્રદુષિત પાણીનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં આસપાસના રસ્તા પર જાણે ઝેરી ફીણની દીવાલ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

અગાઉ સ્થાનિકોએ સુએજ પ્લાન્ટ્સ દ્વારા ફેંકવામાં આવતો ઝેરી કચરો અને ગંદા પાણીને કેનાલમાં ન છોડવા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ રાજ્ય સરકારને જળાશયના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા માટે વિનંતી કરી હતી. જોકે, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેમજ સ્થાનિકો તેમજ વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. મહત્ત્વનું છે કે, આ ઝેરી ફીણ સ્વાસ્થય માટે ગંભીર ખતરો છે. કારણ કે તેનાથી ત્વચામાં બળતરા, શ્વસન સંબંધી સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઈ શકે છે.

અયનપપ્પાકુડી કેનાલમાં પાણીમાં ઝેરી રસાયણો ભળતા ફીણની 6 ફૂટ ઊંચી દિવાલ બની છે. તેમજ રસ્તા પરના ફીણ વાદળોની જેમ હવામાં ઉડી રહ્યા છે. જો કે પસાર થતા લોકો વીડિયો બનાવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પ્રદૂષણ વધ્યું, મોટા ભાગની નદીઓ-તળાવોનું પાણી ખરાબ

Back to top button