- ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા
- એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે
- એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઈ
ગુજરાતના સુરત શહેરમાં 7 સ્થળો પર EDના દરોડા પડ્યા છે. જેમાં મોટું કૌભાંડ સામે આવશે. ત્યારે ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: આશારામની મુશ્કેલીઓ વધી, આશ્રમની જમીનનો કબજો સરકાર હસ્તક થયો
ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા
સુરત શહેરના અલગ અલગ 7 સ્થળો પર EDના દરોડા પડ્યા છે. જેમાં ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહાર આવ્યું છે. એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં બસની મુસાફરી કરનારા માટે રાહતના સમાચાર
EDની કામગીરી વિશે સરળ ભાષામાં સમજો:
આપણે વારંવાર સમાચારમાં જોઇએ છીએ કે EDના દરોડા પર પડ્યા છે. પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એક આર્થિક ગુપ્તચર એજન્સી છે, જે ભારતમાં આર્થિક કાયદાઓ લાગુ કરવા અને આર્થિક ગુના સામે લડવા માટે જવાબદાર છે. તે ભારત સરકારના નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગનો એક ભાગ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગ, વિદેશી વિનિમય ઉલ્લંઘન અને આર્થિક અપરાધોને લગતા કેસોની તપાસ અને કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાળા નાણાના નિર્માણ અને પરિભ્રમણને અંકુશમાં લેવાનો અને વિદેશી વિનિમય અને મની લોન્ડરિંગને અટકાવવા સંબંધિત કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.