ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં બસની મુસાફરી કરનારા માટે રાહતના સમાચાર

  • અંદાજે 1,700થી 2,200 એસટી દોડાવવાનું આયોજન
  • સુરત વિભાગમાં મોટી સંખ્યામાં એસટી બસો દોડાવવમાં આવશે
  • ગ્રુપ બુકિંગનો પણ પ્રવાસીઓને વિકલ્પ આપવામાં આવી રહ્યો છે

ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં બસની મુસાફરી કરનારા માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં રાજ્યમાં એસટી બસ સ્ટેશમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. તેમાં દિવાળીના તહેવારને લઇ મુસાફરોની ભીડ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વસતા લોકો વતન જવા માટે રવાના થયા છે.

આ પણ વાંચો: આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર તરીકે ભરૂચ બ્રહ્મકુમારી કેન્દ્રનાં પ્રભાદીદી નિમાયા

ગ્રુપ બુકિંગનો પણ પ્રવાસીઓને વિકલ્પ આપવામાં આવી રહ્યો છે

આજથી દિવાળીના તહેવાર શરૂ થયા છે. ત્યારે એસટી વિભાગે મુસાફરો માટે 150થી વધુ એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાઇ છે. જેમાં અમદાવાદ, વડોદરા, ગોધરા તરફના મુસાફરોને ફાયદો થશે. તેમજ સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારોમાં વધારાની 1,700થી 2,200 બસો દોડાવાશે. તેમાં એડવાન્સ બુકિંગમાં 533 બસોનું રિઝર્વેશન થયુ છે. હાલ સરેરાશ રોજના 3થી 4 લાખ પ્રવાસીઓનો ધસારો છે. ત્યારે ગ્રુપ બુકિંગનો પણ પ્રવાસીઓને વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: આશારામની મુશ્કેલીઓ વધી, આશ્રમની જમીનનો કબજો સરકાર હસ્તક થયો 

અંદાજે 1,700થી 2,200 એસટી દોડાવવાનું આયોજન

દિવાળી તહેવારોમાં અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાથી મોટી સંખ્યામાં લોકો વતનમાં જતા હોય છે. આથી પ્રવાસીઓની ભીડને ધ્યાને રાખી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધારાની અંદાજે 1,700થી 2,200 એસટી દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટાભાગની બસોનું ઓનલાઇન જ રિઝર્વેશન પુર ઝડપથી વધી રહ્યું છે. આજની સ્થિતિએ 533 એસટી બસોનું ઓનલાઇન રિઝર્વેશન થઈ ચુક્યું છે. ગ્રુપ બુકિંગનો પણ પ્રવાસીઓને વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. હાલની સ્થિતિએ એસટી બસ મારફતે સરેરાશ રોજના ત્રણથી ચાર લાખ મુસાફરો પ્રવાસ કરી રહ્યાં છે, જે સંખ્યામાં પણ આગામી દિવસોમાં વધારો થશે.

આ પણ વાંચો: ગુજરાત: લગ્ન નોંધણી માટે સરકારી કર્મચારી રૂ.4000ની લાંચ માંગતા ભરાયો 

સુરત વિભાગમાં મોટી સંખ્યામાં એસટી બસો દોડાવવમાં આવશે

એસટી નિગમ દ્વારા 7 નવેમ્બરથી વધારાનું સંચાલન શરૂ કરી દેવાયું છે, જેમાં મુખ્યત્વે દાહોદ, ઝાલોદ, દોધરા, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરત, વડોદરા તથા ઉત્તર ગુજરાત તરફ વધારાની બસો દોડાવાશે. મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની બસો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવશે. સુરત વિભાગમાં મોટી સંખ્યામાં એસટી બસો દોડાવવમાં આવશે.

Back to top button