ગુજરાત

ગુજરાત: લગ્ન નોંધણી માટે સરકારી કર્મચારી રૂ.4000ની લાંચ માંગતા ભરાયો

  • મોરબી નગરપાલીકા ખાતે લાંચનુ છટકુ ગોઠવ્યું
  • લગ્નની નોંધણી કરી સર્ટિફ્કિેટ આપવા માટે લાંચ માંગી
  • રૂપિયા 4000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા પાલિકામાં સોપો

ગુજરાતના મોરબીમાં લગ્ન નોંધણી માટે સરકારી કર્મચારી રૂ.4000ની લાંચ માંગતા ભરાયો છે. જેમાં મોરબી નગરપાલિકાના લગ્ન નોંધણી ક્લાર્ક રૂ.4000ની લાંચ લેતા ઝડપાયા છે. દિવાળીના તહેવારોમાં જ સુરેન્દ્રનગરની એસીબી ટીમે બોણી કરી છે. તેમાં લગ્નની નોંધણી કરી સર્ટિફ્કિેટ કાઢી આપવા માટે લાંચ માંગી હતી.

આ પણ વાંચો: અમદાવાદની હવા અશુદ્ધ બની, જાણો કયા વિસ્તારમાં ખતરનાક છે વાયુ પ્રદુષણ

લગ્નની નોંધણી કરી સર્ટિફ્કિેટ આપવા માટે લાંચ માંગી

યુવાન સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી હતી. મોરબી શહેરમાં દિવાળીના બોણીની સીઝનમાં સુરેન્દ્રનગર એસીબીની ટીમે મોરબી નગરપાલિકાની ઉઘડતી કચેરીએ જ લગ્ન નોંધણી વિભાગના ક્લાર્કને રૂપિયા 4000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા પાલિકામાં સોપો પડી ગયો હતો. આ લંચિયા કર્મચારીએ લગ્નની નોંધણી કરી સર્ટિફ્કિેટ આપવા માટે લાંચ માંગી હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર તરીકે ભરૂચ બ્રહ્મકુમારી કેન્દ્રનાં પ્રભાદીદી નિમાયા

ક્લાર્ક મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખીને લાંચ લેતા રંગે હાથ દબોચ્યા

મોરબી નગરપાલિકામાં સુરેન્દ્રનગર એન્ટી કરપશન બ્યુરોની ટીમના પીઆઇ પટેલની આગેવાની હેઠળ લાંચનું છટકું ગોઠવી લગ્ન નોંધણી વિભાગના ક્લાર્ક મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખીને રૂપિયા 4000ની લાંચ લેતા રંગે હાથ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસીબી ટીમના જણાવ્યા મુજબ એક યુવાને તાજેતરમાં પ્રેમલગ્ન કર્યા હોય જે લગ્નની નોંધણી નગરપાલીકા મોરબી ખાતે કરાવવા કાર્યવાહી કરી લગ્નની નોંધણી અંગેનુ સર્ટી માટે આ નગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગના કર્મચારી મહેન્દ્રભાઇ મોહનભાઇ ખાખીનો સંપર્ક કરતા કર્મચારી મહેન્દ્રભાઇ મોહનભાઇ ખાખીએ લગ્નની નોંધણી કરી સર્ટીફીકેટ આપવા માટે રૂ.4 હજારની લાંચની રકમની માંગણી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: આશારામની મુશ્કેલીઓ વધી, આશ્રમની જમીનનો કબજો સરકાર હસ્તક થયો 

મોરબી નગરપાલીકા ખાતે લાંચનુ છટકુ ગોઠવ્યું

યુવાને સુરેન્દ્રનગરની એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા મોરબી નગરપાલીકા ખાતે લાંચનુ છટકુ ગોઠવ્યું હતુ. જેમાં છટકા દરમ્યાન યુવાન સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગી સ્વીકારી સ્થળ પર જ આરોપી મહેન્દ્રભાઇ મોહનભાઇ ખાખી ઝડપાઇ જતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button