દિવાળી નિમિતે 51 ઘાટ પર 24 લાખ દીવા પ્રગટાવી ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવવા અયોધ્યા સજજ
- દિવાળી પર 24 લાખ દીવાઓ પ્રગટાવીને અયોધ્યાના 51 ઘાટને પ્રકાશિત કરવાની તૈયારીઓ શરૂ
- ચૌધરી ચરણ સિંહ ઘાટ સહિત રામ કી પૈડીના 51 ઘાટ પર સ્વયંસેવકો ગોઠવી દેવામાં આવ્યા
અયોધ્યા : ઉત્તર પ્રદેશનું અયોધ્યા દિવાળી નિમિતે 51 ઘાટ પર 24 લાખ દીવા પ્રગટાવી ‘વર્લ્ડ રેકોર્ડ‘ બનાવવા સજજ થઈ ગયું છે. ડો. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા દિવાળી પર 24 લાખ દીવાઓ પ્રગટાવીને અયોધ્યાના ઘાટને પ્રકાશિત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેમ યુનિવર્સિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. ‘અયોધ્યા દીપોત્સવ’ને ઐતિહાસિક બનાવવા માટે ચૌધરી ચરણ સિંહ ઘાટ સહિત રામ કી પૈડીના 51 ઘાટ પર સ્વયંસેવકોને ગોઠવી દેવામાં આવ્યા છે. સત્તાવાર જાહેરનામા અનુસાર, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક 21 લાખ દીવા પ્રગટાવવાનો અને વિશ્વ રેકોર્ડ બનાવવાનો છે.
24 lakh diyas at 51 ghats: Ayodhya aims to set ‘world record’ this Diwali
Read @ANI Story | https://t.co/Ftxw6XUvB1#Ayodhya #AyodhyaDeepotsav #Diwali pic.twitter.com/mCfXb7AXxF
— ANI Digital (@ani_digital) November 8, 2023
जय श्री राम 🚩
दिवाली के पर्व पर श्री राम जन्मभूमि अयोध्या नगरी के कुछ दृश्य….#Deepawali pic.twitter.com/lbHWlpmolS
— Kanu Desai (@KanuDesai180) November 9, 2023
25,000થી વધુ સ્વયંસેવકો ફરીથી દીપોત્સવમાં સ્થાપશે વર્લ્ડ રેકોર્ડ
સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતિભા ગોયલની દેખરેખ હેઠળ, આ દીપોત્સવને ભવ્ય બનાવવામાં આવશે અને 25,000થી વધુ સ્વયંસેવકો ફરીથી આ દીપોત્સવમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. અખબારી યાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “સ્વયંસેવકો, ઘાટ પ્રભારીઓ અને ઘાટ સંયોજકોની દેખરેખ હેઠળ તમામ ઘાટ પર 60થી 70 ટકા દીવા પહેલેથી જ મૂકવામાં આવ્યા છે. અંધકાર પર પ્રકાશની જીતનો આ તહેવાર અલૌકિક લાગે તે માટે, યુનિવર્સિટીના વહીવટીતંત્ર દ્વારા તમામ સ્વયંસેવકોને લેમ્પ, મીણબત્તીઓ અને અન્ય સામગ્રીની ફાળવણી કરવામાં આવી છે”
Ayodhya is getting ready for the festival of Diwali pic.twitter.com/EHapU3J6kJ
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 7, 2023
અખબારી યાદી અનુસાર, “દીપોત્સવ સંબંધિત જવાબદારીઓ નિભાવતા અધિકારીઓના પ્રવેશને દીપોત્સવ સ્થળ પર મંજૂરી આપવામાં આવશે, જ્યારે સ્વયંસેવકો અને અન્ય લોકોને યુનિવર્સિટી તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા ઓળખ કાર્ડ સાથે જ દીપોત્સવ સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય બધાને દીપોત્સવ ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ લાવવું ફરજિયાત રહેશે.” વધુમાં જણાવ્યા અનુસાર, “સ્વયંસેવકોને દીવા પ્રગટાવવા માટે 2.5 ફૂટની જગ્યા અલગ રાખવામાં આવી છે અને 16 બાય 16 (256) લેમ્પના બ્લોક માટે 4.50 બાય 4.50 ચોરસ ફૂટની જગ્યા આપવામાં આવી છે. તેવી જ રીતે 14 બાય 14નો બ્લોક પણ બનાવવામાં આવ્યો છે. આ બ્લોકના દીવા સ્વયંસેવકો દ્વારા પ્રગટાવવામાં આવશે.”
VIDEO | Preparations are underway for ‘Deepotsav’ in Ayodhya with volunteers laying ‘diyas’ (earthern lamps) on Ram Ki Pairi at the banks of the Saryu river. pic.twitter.com/ANCWUdi3gq
— Press Trust of India (@PTI_News) November 8, 2023
જાહેરનામા મુજબ, “તમામ ઘાટો પર દીવા રાખવાનું કામ 9 નવેમ્બર સુધીમાં ઘાટ પ્રભારીની દેખરેખ હેઠળ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવશે. 10 નવેમ્બરે દીવાઓને શણગારીને લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ ઘાટોની સફાઈ કરવામાં આવશે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા દીવાઓની ગણતરી કરવામાં આવશે. સ્વયંસેવકો અને ઘાટ પ્રભારીઓએ દીપોત્સવના દિવસે સુતરાઉ વસ્ત્રો પહેરવાના રહેશે અને દીવો પ્રગટાવતી વખતે વ્યક્તિએ પોતાની તેમજ અન્યની પણ કાળજી લેવી પડશે”
સ્વયંસેવકો માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી
સત્તાવાર પ્રકાશન મુજબ, દીપોત્સવ નોડલ ઓફિસર સંત શરણ મિશ્રાએ જણાવ્યું હતું કે, “સ્વયંસેવકો અને અન્ય અધિકારીઓને દીપોત્સવની તૈયારીઓ વિશે જાણ કરવામાં આવી છે અને યુનિવર્સિટીમાંથી દીપોત્સવ નિમિતે સ્વયંસેવકો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો યુનિવર્સિટીમાંથી સવારે 8 વાગ્યે રામ કી પૈડી માટે રવાના થશે.”
આ પણ જાણો :બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે દિવાળી પહેલા ખાસ કાર્યક્રમની કરી યજમાની