જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ TRFના આતંકવાદીને ઠાર કર્યો
- કાશ્મીરના શોપિયાંમાં બુધવારે સુરક્ષા દળોની એક આતંકવાદી સાથે અથડામણ થઈ હતી
- એક સપ્તાહ પહેલા જ TRFમાં જોડાયો હતો
- ઇનપુટના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
જમ્મુ–કાશ્મીર: કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. આ અથડામણ શોપિયાં જિલ્લાના કથોહલાન વિસ્તારમાં રાત્રિના સમયે થઈ હતી. સુરક્ષા દળોએ આતંકવાદી પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.
પોલીસે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મેસર અહેમદ ડાર તરીકે કરી છે જે સ્થાનિક હતો અને શોપિયાંના વેશરોનો રહેવાસી હતો. તે અઠવાડિયા પહેલા જ આતંકવાદી સંગઠન TRF (The Resistance Front) માં જોડાયો હતો. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.
Kashmir Zone Police tweets, “ShopianEncounterUpdate: One (01) terrorist affiliated with proscribed terror outfit TRF neutralised. Incriminating materials including arms & ammunition recovered. Search going on. Further details shall follow.” pic.twitter.com/T5luKDahOX
— ANI (@ANI) November 8, 2023
ઇનપુટના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, આ અથડામણ શોપિયાંના કથોહલાન વિસ્તારમાં થઈ હતી. સેનાને ઈનપુટ મળ્યા હતા કે આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી છે. આના પર સેના અને પોલીસના જવાનોએ બેરિકેડ બનાવ્યો અને આતંકવાદીઓએ જવાનોની હિલચાલ જોતા જ ફાયરિંગ શરૂ કરી દીધું. જડબાતોડ જવાબ આપતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન TRF સાથે સંકળાયેલા એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.
TRFએ ગયા અઠવાડિયે જ આતંકવાદી હુમલો કર્યો હતો.
ગત સપ્તાહની શરૂઆતમાં જ શ્રીનગરની ઇદગાહમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક ઈન્સ્પેક્ટર ઘાયલ થયા હતા. માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું હતું કે ઈદગાહ પાસે ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. TRF-લશ્કરે આ હુમલાની જવાબદારી લીધી હતી.
આ પણ વાંચો, સાઉદી સ્વર્ગ જેવું શહેર બનાવશે, રણમાં ગોવા-માલદીવની અનુભૂતિ થશે