નોટબંધીને સાત વર્ષ પૂરા થતા કોંગ્રેસે કેન્દ્રને ઘેર્યું, અર્થવ્યવસ્થા પાછળ ધકેલવાનો કર્યો આક્ષેપ
નવી દિલ્હી: નોટબંધીને સાત વર્ષ પૂરા થતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે, ભારતીયો હજુ પણ નોટબંધીનો ઘા સહન કરી રહ્યા છે. આ પગલાંને કારણે નાના ધંધા ઠપ થયા અને લોકોએ નોકરી ગુમાવવી પડી છે. ખડગેએ કહ્યું કે, નોટબંધીને કારણે કરોડો લોકોને પોતાના પૈસાની રાહ જોતા લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. કેન્દ્ર પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે, 86.4% નોટોને ડિમોનેટાઇઝ કર્યા વિના આપણે કેમ કેશલેસ ઇકોનોમી ન બની શકીએ.
नोटबंदी के बाद मोदी जी ने 50 दिन माँगे थे, आज 7 साल हो गए।
वो चौराहा तो नहीं मिला, देश को दोराहे पर ज़रूर खड़ा कर दिया।
एक तरफ़ अमीर, अरबपति अमीर हो गया है,
तो दूसरी ओर, गरीब और भी गरीब होता जा रहा है।आज 150 लोगों को श्रद्धांजलि देने का अवसर है जिन्होंने नोटबंदी के…
— Mallikarjun Kharge (@kharge) November 8, 2023
રાહુલ ગાંધીએ નોટબંધીને સામાન્ય લોકો પર હુમલો ગણાવ્યો
બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ 2016માં કેન્દ્રના નોટબંધીના નિર્ણયની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, આ 1% મૂડીવાદીઓને ફાયદો કરાવવા માટે 99 % સામાન્ય ભારતીયો પર હુમલો છે. રાહુલ ગાંધીએ નોટબંધીના પગલાંને રોજગાર ખતમ કરવા, કામદારોની આવક રોકવા, નાના ઉદ્યોગોને નષ્ટ કરવા, ખેડૂતોને પાયમાલ કરવા અને અસંગઠિત અર્થવ્યવસ્થાને તોડવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું.
नोटबंदी एक सोची समझी साज़िश थी
– रोज़गार तबाह करने की
– श्रमिकों की आमदनी रोकने की
– छोटे व्यापारों को खत्म करने की
– किसानों को नुकसान पहुंचाने की
– असंगठित अर्थव्यवस्था को तोड़ने की99% आम भारतीयों पर हमला, 1% पूंजीपति मोदी ‘मित्रों’ को फायदा।
ये एक हथियार था, आपकी जेब काटने… pic.twitter.com/PmSEU0U7WX
— Rahul Gandhi (@RahulGandhi) November 8, 2023
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ પ્રહાર કર્યા
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આક્ષેપ કર્યો કે નોટબંધીએ ભારતીય અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી. ડિમોનેટાઇઝેશન ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યું હતું. GSTએ ભારતના રોજગાર સર્જન કરનારા નાના અને મધ્યમ ઉદ્યોગોને પાયમાલ કરી નાખ્યા. 45 વર્ષમાં બેરોજગારી તેની ટોચ પર પહોંચી અને 2013માં શરૂ થયેલી આર્થિક સુધારણાનો અંત આવ્યો.
Today is the 7th anniversary of the Modi-made demonetisation disaster from which our country is still reeling. We need to recall and remind ourselves of what the PM inflicted on the Indian economy and on the daily livelihoods of crores of families. Here’s our detailed statement. pic.twitter.com/Y3vmwH5xgW
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 8, 2023
બીજી તરફ, 8 નવેમ્બર 2023ના રોજ મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજના દિવસે ભ્રષ્ટાચાર પર રોક લગાવવામાં આવી હતી. ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
2016માં નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી
8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 500 અને 1000 રૂપિયાની નોટ હવે 12 મધ્યરાત્રિથી ચલણમાં રહેશે નહીં. તેમણે આ નોટો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ પછી લોકો 500-1000 રૂપિયાની નોટો જમા કરાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા જોવા મળ્યા હતા. સરકારે કહ્યું કે, આ કાળાં નાણાંને ખતમ કરવાનું પગલું છે. ડિમોનેટાઈઝેશનને કારણે લોકોનું પેમેન્ટ મોડ કેશમાંથી ડિજીટલમાં બદલાઈ જશે. જોકે, કોંગ્રેસે આ પગલાંની ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે આના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થશે.
આ પણ વાંચો: નોટબંધીના 5 મોટા કારણો, આ કારણોસર બંધ થઈ 500 અને 1000 રૂપિયાની નોટ