ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝઃ ગુજરાતમાં કરોડોના ડ્રગ્સ સાથે નાઈજિરિયન મહિલા ઝડપાઈ

Text To Speech

અમીરગઢઃ બનાસકાંઠા એલસીબી અને એસ ઓ જી પોલીસના સંયુક્ત ઓપરેશનથી પ્રાઇવેટ બસમાં સવાર નાઈજિરિયન મહિલા એમડી ડ્રગ્સ સાથે સાથે પકડાઈ. રાજ્યમાં છેલ્લા થોડા સમયથી એમડી ડ્રગ્સનો પર્દાફાશ થઈ રહ્યો છે એવા સમયે ઉત્તર ગુજરાતમાં આજે એક પ્રાઈવેટ બસમાં મુસાફરી કરી રહેલી વિદેશી મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેના ઉપર ચાંપતી નજર રાખી હતી. ત્યારબાદ એલસીબી અને એસઓજી પોલીસે આ નાઈજિરિયન મહિલાની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવે છે.

અહેવાલ અનુસાર ખાનગી લક્ઝરી બસ દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી અને તેમાં કોઈ વિદેશી મહિલા ડ્રગ્સ સાથે ચડી હોવાની બાતમી મળી હતી જેને પગલે અમીરગઢ પોલીસે બસ અટકાવીને મહિલાની અટકાયત કરી હતી. પોલીસે અમીરગઢ બોર્ડર પાસે બસ અટકાવી હતી અને તપાસ બાદ અંદાજે 4.50 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

એલસીબી-એ મહિલા સહિત મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે, અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: MD ડ્રગ્સની હેરાફેરી કરનાર વધુ એકની ધરપકડ

Back to top button