ટ્રેન્ડિંગનેશનલ

AIFFએ વિશ્વાસ ભંગ બદલ જનરલ સેક્રેટરી શાજી પ્રભાકરનને બરતરફ કર્યા

Text To Speech

ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન એટલે કે AIFF એ જનરલ સેક્રેટરી ડૉ. શાજી પ્રભાકરનને બરતરફ કર્યા છે. AIFFનો દાવો છે કે તેમણે ફેડરેશન સાથે વિશ્વાસઘાત કર્યો, જેના કારણે તેનું પદ છીનવી લેવામાં આવ્યું. ફેડરેશને જનરલ સેક્રેટરીના પદની જવાબદારી વર્તમાન ડેપ્યુટી સેક્રેટરીને સોંપી છે. AIFF એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા આખરી મંજૂરી આપવાનો નિર્ણય વચગાળાના પ્રમુખ કલ્યાણ ચૌબેએ લીધો છે.

નિર્ણયને સમર્થન આપતા કલ્યાણ ચૌબેએ કહ્યું કે AIFF સભ્યોમાં તેમની કામગીરીને લઈને ઘણી નારાજગી હતી, જેના કારણે અમને કરાર સમાપ્ત કરવાની ફરજ પડી હતી. AIFF એ X પર લખ્યું,  ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને જાહેરાત કરી છે કે ડૉ. શાજી પ્રભાકરનની સેવાઓ 7 નવેમ્બર 2023થી વિશ્વાસ ભંગને કારણે તાત્કાલિક અસરથી સમાપ્ત કરાઈ છે. હવેથી AIFF ડેપ્યુટી સેક્રેટરી એમ. સત્યનારાયણ કાર્યભાર સંભાળશે.

તાજેતરમાં AIFF એક્ઝિક્યુટિવ કમિટીમાં પ્રભાકરનની કામગીરી અને તેમના ઉચ્ચ માસિક પગાર અંગે મતભેદો ઊભા થયા હતા. આ ઉપરાંત, પ્રભાકરને વીડિયો આસિસ્ટન્ટ રેફરલ (VAR) સિસ્ટમના અમલીકરણ માટે ફેડરેશનમાં ભંડોળના અભાવ અંગે ફરિયાદ કરી હતી. ત્યારબાદ, એઆઈએફએફના પ્રમુખ કલ્યાણ ચૌબેએ મંગળવારે પ્રભાકરનને બરતરફીનો પત્ર આપ્યો હતો.

શાજી પ્રભાકરન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. તેઓ દિલ્હી ફૂટબોલના પ્રમુખ અને લાંબા સમયથી રમત પ્રબંધક હતા. કલ્યાણ ચૌબેએ જ મહાસચિવ પદ માટે પ્રભાકરનના નામની ભલામણ કરી હતી. તેમની ભલામણને અન્ય સભ્યોએ સર્વાનુમતે સ્વીકારી હતી. શાજી પ્રભાકરે હંમેશા AIFFમાં ફેરફારની માંગણી કરી હતી.

આ પણ વાંચો: ભારતમાં ફૂટબોલ 20 વર્ષમાં ગેમચેન્જર બનશે:  પરિમલ નથવાણી

Back to top button