ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

ENG vs NED: ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech
  • ઇંગ્લેન્ડની ટીમ 7માંથી 6 મેચ હારી સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ચુકી છે

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 40મી મેચ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ મેચના ખેલાડીઓ:

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, જોસ બટલર (C/W), મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ગુસ એટકિન્સન, આદિલ રશીદ

નેધરલેન્ડ્સની પ્લેઈંગ ઈલેવન: વેસ્લી બેરેસી, મેક્સ ઓડાઉડ, કોલિન એકરમેન, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, સ્કોટ એડવર્ડ્સ (C/W), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગાન વાન બીક, રોએલોફ વાન ડેર મર્વે, આર્યન દત્ત, પોલ વાન મીકરેન

પિચ રિપોર્ટ

પૂણેને પિચ છેલ્લી ત્રણ વર્લ્ડ કપ મેચો જેવી જ હોવાની અપેક્ષા છે. મતલબ કે અહીં બેટ્સમેન અને બોલર બંને માટે સમાન મદદ મળી શકે છે. આ પિચ પર ઝડપી બોલરો અને સ્પિનરો માટે સમાન તકો રહે છે.

POINTS TABLE:

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ઈંગ્લેન્ડની ટીમ 7માંથી 6 મેચ હારી હોવાથી તે સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ચુકી છે, જે હાલ પોઈન્ટ ટેબલમાં દસમાં સ્થાને છે. જ્યારે નેધરલેન્ડની ટીમ 7માંથી પાંચ હારી છે અને માત્ર 2માં જીત મેળવી છે. તે પોઈન્ટ ટેબલમાં હાલ નવમાં સ્થાને છે.

આ પણ વાંચો: મેક્સવેલની તોફાની બેવડી સદી, અફઘાનિસ્તાનના મોં માંથી જીત આંચકી લેતું ઓસ્ટ્રેલિયા

Back to top button