ગુજરાતટોપ ન્યૂઝ

દેશની પહેલી વંદે સાધારણ ટ્રેન અમદાવાદથી 2.55 કલાકમાં સુરત પહોંચી, ટિકિટ પણ ઓછી હશે

Text To Speech
  • બે એન્જિન સાથે ટેક્નિકલ ટ્રાયલ રન કરવામાં આવ્યો
  • હવે આજે બુધવારે સ્પીડની ટ્રાયલ કરાશે
  • આ ટ્રેન લોકલની જેમ ઓછા ખર્ચે દોડાવાશે

દેશની પહેલી વંદે સાધારણ ટ્રેન અમદાવાદથી 2.55 કલાકમાં સુરત પહોંચી છે. જેમાં ટિકિટ પણ ઓછી હશે. પહેલી વંદે સાધારણ ટ્રેનની મુંબઈ-અમદાવાદ વચ્ચે ટેક્નિકલ ટ્રાયલ થયો છે. તે અમદાવાદથી 2.55 કલાકમાં સુરત પહોંચી છે. તથા 22 નોન એસી કોચ સાથે ટ્રેન દોડાવાશે.

બે એન્જિન સાથે ટેક્નિકલ ટ્રાયલ રન કરવામાં આવ્યો

ટ્રેનની મુંબઈ-અમદાવાદ વચ્ચે ટેક્નિકલ ટ્રાયલ સફળ રહી હતી. દેશની પહેલી વંદે સાધારણ ટ્રેનની મુંબઈ-અમદાવાદ વચ્ચે ટેક્નિકલ ટ્રાયલ સફળ રહી હતી. 22 નોન એસી કોચ અને WAP-5 સિરીઝના બે એન્જિન સાથે ટેક્નિકલ ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. ટેક્નિકલ ટ્રાયલમાં કપલિંગ સહિતની સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં તેનું નિરીક્ષણ કરાયું હતું. હવે આજે બુધવારે સ્પીડની ટ્રાયલ કરાશે. મંગળવારે ટેક્નિકલ ટ્રાયલ રનમાં ટ્રેનને અમદાવાદથી સુરત પહોંચવામાં 2 કલાક 55 મિનિટનો સમય લાગ્યો હતો.

આ ટ્રેન લોકલની જેમ ઓછા ખર્ચે દોડાવાશે

વંદે ભારતની સફળતા બાદ રેલવેતંત્ર દ્વારા વંદે સાધારણ ટ્રેન દોડાવવા નિર્ણય લેવાયો હતો. આ ટ્રેન લોકલની જેમ ઓછા ખર્ચે દોડાવાશે. દરમિયાન દેશની પ્રથમ વંદે સાધારણ ટ્રેનની મંગળવારે ટ્રાયલ યોજવામાં આવી હતી. મુંબઈ-અમદાવાદ વચ્ચે ટેક્નિકલ ટ્રાયલ કરાઈ હતી. આ ટ્રેન અમદાવાદથી સવારે 6.30 કલાકે રવાના થઈ હતી. ત્યારબાદ સવારે 9.25 કલાકે સુરત પહોંચશે. સુરતથી નીકળ્યા બાદ બપોરે 1 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. દરમિયાન અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી પહોંચવામાં 6 કલાક અને 30 મિનિટ લાગી હતી. હવે આજે વંદે સાધારણ ટ્રેનની સ્પીડ ટ્રાયલ કરાશે. બીજા શબ્દોમાં કહીએ તો ટ્રેનને 110થી 130ની ઝડપે દોડાવી ટ્રાયલ કરાશે. ટ્રેનને પ્રતિકલાક 130ની ઝડપે દોડાવવાનું આયોજન કરાયું છે. તેથી ટ્રેન 130ની ઝડપે દોડે ત્યારે જર્ક કે વાયબ્રેશન કેટલો અનુભવાઈ રહ્યો છે તેની ટ્રાયલ કરાશે. આ ટ્રેન 8મી નવેમ્બરના રોજ સવારે 6.40 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે.

Back to top button