કોંગ્રેસના ઉત્સાહી કાર્યકરે પ્રિયંકા વાડરાને બૂકે તો આપ્યો પણ…
ઈન્દોર: ચૂંટણી રેલીના મંચ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના સ્વાગત દરમિયાન પાર્ટીના એક સ્થાનિક નેતાએ તેમને ખાલી ગુલદસ્તો આપ્યો અને આ જોઈને પ્રિયંકા પોતે પણ હસવાનું રોકી ન શક્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર દેવેન્દ્ર યાદવે પ્રિયંકાને ખાલી ગુલદસ્તો આપ્યો ત્યારે મંચ પર હાજર અન્ય નેતાઓ અને લોકો પણ ચોંકી ગયા હતા.
આ ઘટનાનો વીડિયો ભાજપના નેતા રાકેશ ત્રિપાઠીએ શેર કર્યો હતો અને તેને ‘ગુલદલ્તા કૌભાંડ’ ગણાવ્યો હતો.
गुलदस्ता घोटाला 😜
गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂
मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94— राकेश त्रिपाठी Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ નેતાને ઈશારો કરીને પૂછ્યું કે આ શું છે અને પછી હસવા લાગ્યા. પોતાના ભાષણ દરમિયાન પ્રિયંકાએ આ ઘટનાને હળવાશથી સંબોધી અને ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જેમ મને ખાલી ગુલદસ્તો મળ્યો છે એમ મોદી સરકાર પણ જૂઠા વચનો આપે છે. એટલું જ નહીં ‘ખાલી ગુલદસ્તા’ શબ્દનો ઉપયોગ કરીને જાતિ ગણતરીના મુદ્દે ભાજપને ઘેર્યું હતું.
આ હાસ્યાસ્પદ ઘટના પર કોંગ્રેસ નેતા દેવેન્દ્ર યાદવનું કહેવું છે, કે મેં સ્વાગત માટે ગુલદસ્તો ઉતાવળમાં આપી દીધો હતો. તેમણે સ્પષ્ટતા કરવી પડી કે, બહુ બધા બુકે હતા જેમાંથી મેં જોયા વગર તેમને ગુલદસ્તો આપી દીધો. આ ગુલદસ્તામાં થોડાં જ પાંદડાં હતાં અને તેના ફૂલો ક્યાંક ખરી પડ્યાં હતાં.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઘણું સાંભળ્યું હશે કે તેઓ ખાસ કરીને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ને આગળ વધારવા માંગે છે. આ વાત ખાલી ગુલદસ્તા જેવી છે કારણ કે જ્યારે આપણે કહીએ છીએ કે દેશમાં જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ ત્યારે આ લોકો ચૂપ રહે છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી સોમવારે ઈન્દોર-5 વિધાનસભા બેઠક પર રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રાજકીય પ્રહાર કરતા પ્રિયંકાએ ભાજપ અને શિવરાજ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે.
મહત્ત્વનું છે કે, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થશે.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીની જાહેરાત, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતા જ અમે જાતિ ગણતરી કરાવીશું