ટ્રેન્ડિંગનેશનલ

અલીગઢનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ, હવે કયા નામથી ઓળખાશે આ તાળાનગરી!

Text To Speech
  • અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે મંગળવારે કહ્યું કે અમને આશા છે કે વહીવટીતંત્ર અમારા પ્રસ્તાવને ધ્યાનમાં લેશે અને અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની અમારી માંગને પૂર્ણ કરશે.

અલીગઢ: યુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે મંગળવારે (7 નવેમ્બર) જણાવ્યું હતું કે ગઈકાલે એક બેઠકમાં અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે હવે આ પ્રસ્તાવ પ્રશાસનને મોકલવામાં આવશે.અમને આશા છે કે વહીવટીતંત્ર અમારા પ્રસ્તાવને ધ્યાને લેશે અને અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની અમારી માંગણી પૂરી કરશે. આ માંગ ઘણા સમયથી ઊઠી રહી છે. અલીગઢી તાળાને કારણે તાળાનગરી તરીકે ઓળખાતા આ શહેરનું નામ બદલવાની દરખાસ્ત ભાજપના કાઉન્સિલર સંજય પંડિતના સૂચનથી પસાર કરવામાં આવી છે.

 

અલીગઢનું નામ બદલીને હરિગઢ રાખવાનો પ્રસ્તાવ પસાર થયો

અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેઠકમાં ભારે હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે ભાજપના કાઉન્સિલરે જિલ્લાનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલાં પણ ભાજપના નેતાઓ દ્વારા અલીગઢનું નામ બદલવાની માંગણી કરવામાં આવી હતી.

અલીગઢ તાળા બનાવવા માટે પ્રખ્યાત

અલીગઢ ઉત્તર પ્રદેશનું એક મહત્ત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્ર છે અને તે તાળાં ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અલીગઢના તાળાં સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે. આ સિવાય અલીગઢ તેના બ્રાસ હાર્ડવેર અને સ્કલ્પચર માટે પ્રખ્યાત છે. અલીગઢ દેશનું એક મોટું શૈક્ષણિક કેન્દ્ર પણ છે. અહીં 100 થી વધુ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ છે. જેમાં અલીગઢ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પણ સામેલ છે.

આ પણ વાંચો: કોરોના મહામારી પછી દેશમાં બેરોજગારીના દરમાં થયો ઘટાડો, જાણો વાસ્તવિક આંકડા

Back to top button