ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

AUS vs AFG: અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 39મી મેચ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં અફઘાનિસ્તાને ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન મેચના ખેલાડીઓ:

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, માર્નસ લેબુશેન, જોશ ઇંગ્લિસ (W), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (C), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (C), અઝમતુલ્લા ઓમરઝાઇ, મોહમ્મદ નબી, ઇકરામ અલીખિલ (W), રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ, નવીન-ઉલ હક

પિચ રિપોર્ટ: 

વાનખેડે સ્ટેડિયમમાં હાઈ સ્કોરિંગ મેચ થવાની સંભાવના રહે છે. વાનખેડે સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીં સિક્સર અને ફોરનો વરસાદ થાય છે. વર્લ્ડકપ 2023માં આ મેદાન પર પહેલી ઈનિંગમાં ઘણો મોટો સ્કોર જોવા મળ્યો છે, પરંતુ બીજી ઈનિંગમાં ટીમો રન બનાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી છે. ભારતે શ્રીલંકાને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને પ્રથમ બેટિંગ કરતા 357 રન બનાવ્યા હતા.

POINTS TABLE:

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 7 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. તેના 10 પોઈન્ટ છે. ટીમ ઘણી મજબૂત છે અને ફોર્મમાં પણ છે. અફઘાનિસ્તાન ટીમ અત્યાર સુધી 7 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. તેના 08 પોઈન્ટ છે.

આ પણ વાંચો: 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસનો પહેલો ટાઈમ આઉટ શિકાર બન્યો એન્જેલો મૈથ્યુઝ

Back to top button