ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

તમિલનાડુ : પ્રાચીન મંદિર અલાગરકોઈલના રાજગોપુરમનો કુંભ અભિષેક કરવા મદુરાઈ સજ્જ 

Text To Speech
  • અલાગરકોઈલ મંદિરના રાજગોપુરમનો કુંભ અભિષેક આગામી તારીખ 23 નવેમ્બરના રોજ થશે
  • પ્રાચીનતમ મંદિરના આ સ્તંભનો રૂપિયા 2 કરોડના ખર્ચે કરવામાં આવ્યો છે જીર્ણોદ્ધાર

મદુરાઈ: પ્રાચીનતમ અલાગરકોઈલ મંદિરના રાજગોપુરમનો કુંભ અભિષેક આગામી તારીખ 23 નવેમ્બરના રોજ થશે અને તે જ દિવસે સવારે 10 વાગ્યા પહેલાં આ અભિષેક થઈ જશે, એમ મંદિર સત્તાવાળાઓએ જણાવ્યું હતું. મંદિરના આ સ્તંભનો રૂપિયા 2 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. શહેરથી 20 કિમી દૂર અલાગરકોઈલ ટેકરીઓની તળેટીમાં ભગવાન કલ્લાલાગરનું આ મંદિર આવેલું છે. દેવતા સુંદરરાજા પેરુમલ, જે કલ્લાલાગર તરીકે જાણીતા છે, તેઓ દર વર્ષે ચિથિરાઈ ઉત્સવ દરમિયાન મદુરાઈ શહેરની મુલાકાત લે છે અને સમગ્ર શહેર આ પ્રસંગની ઉજવણી કરે છે. તે ભગવાન વિષ્ણુના 108 દિવ્યદેસામ્સમાંના એક પણ છે.

 

અલાગરકોઈલ મંદિરએ કલ્લાલાગર મંદિર અથવા કલ્લાઝાગર મંદિર તરીકે પણ જાણીતું

તમિલનાડુ રાજ્યના મદુરાઈમાં અલાગરકોઈલ મંદિર ખાતેનું રાજગોપુરમ(ટેમ્પલ સ્તંભ) પંડ્યા શાસકોના સમયગાળા દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરને કલ્લાલાગર મંદિર અથવા કલ્લાઝાગર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુને સમર્પિત એક હિંદુ મંદિર છે. આ મંદિરમાં સાત-સ્તરીય રાજગોપુરમ છે તો મદુરાઈના કુડલ અઝગર મંદિરમાં પણ પાંચ-સ્તરીય રાજગોપુરમ છે. અલાગરકોઈલ મંદિરનું નિર્માણ લગભગ 1,300 વર્ષ પહેલાં પ્રારંભિક પંડ્યા શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. તે પંડ્યા દેશના અગ્રણી વૈષ્ણવ મંદિરોમાંનું એક છે.

વર્ષ 1558 આસપાસ આ મંદિર તેના વર્તમાન સ્વરૂપમાં બાંધવામાં આવ્યું હોવાનું અનુમાન 

મદુરાઈમાં નાયક વંશના શાસન દરમિયાન વર્ષ 1558 આસપાસ આ મંદિર તેના વર્તમાન સ્વરૂપમાં બાંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે. સ્તંભના રિનોવેશનનું કામ 13 માર્ચ, 2022ના રોજ વિશેષ પ્રાર્થના પછી શરૂ થયું હતું. સત્તાવાળાઓએ ખાતરી કરી છે કે, ટાવરની પ્રાચીનતાને ચૂનો, શેરડીનો રસ અને ચેબુલિક માયરોબાલન વડે મોર્ટાર બનાવવા જેવી તકનીકોનો ઉપયોગ કરીને સાચવવામાં આવી છે.

આ પણ જુઓ :જો ધન તેરસે ઘરમાં દેખાય આ વસ્તુઓ તો સમજજો લક્ષ્મીજીનું આગમન!

Back to top button