ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢમાં મતદાન વચ્ચે CRPF જવાન પર નક્સલવાદીઓનો હુમલો

Text To Speech

સુકમા: છત્તીસગઢમાં આજે પ્રથમ તબક્કાના મતદાનના દિવસે સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો છે. આ IED બ્લાસ્ટમાં CRPFના ચુનંદા યુનિટ કોબ્રાનો એક કમાન્ડો ઘાયલ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, CRPF અને કોબ્રાની 206મી બટાલિયનની સંયુક્ત ટીમ ટોંડામાર્કા કેમ્પથી એલમાગુંડા ગામ તરફ રવાના થઈ હતી. આ દરમિયાન કોબ્રા 206મી બટાલિયનના ઈન્સ્પેક્ટર શ્રીકાંતે નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈઈડી પર પગ મૂક્યો, જેના કારણે વિસ્ફોટ થયો અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તરમાં નક્સલવાદીઓ સતત તબાહી મચાવી રહ્યા છે. અગાઉ, નારાયણપુરામાં પણ નક્સલવાદીઓએ મુર્હાપાદરમાં IED પ્લાન્ટ કરવાની યોજના બનાવી હતી. અધિક પોલીસ અધિક્ષક હેમસાગર સિદરે જણાવ્યું કે ITBPની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એક IED બોમ્બ શોધી કાઢ્યો અને તેને નિષ્ક્રિય કરતી વખતે ITBPના એક જવાનને સામાન્ય ઈજા થઈ. આ પહેલા કોંડાગાંવમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની મુલાકાત પહેલા નક્સલવાદીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી.

જે વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો તે કોન્ટા વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. પ્રથમ તબક્કાની ચૂંટણી અંતર્ગત કોન્ટામાં પણ મતદાન થઈ રહ્યું છે. અહીં છત્તીસગઢના મંત્રી કાવાસી લખમા ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં સલામતી દળો – નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે નક્સલી ઠાર

 

Back to top button