લો બોલો, દિવાળીના તહેવારોમાં સતત ફટાકડાના અવાજના કારણે કાયમી બહેરાશનું જોખમ
- કાનની તકલીફ હોય તેવા લોકોએ ફટાકડાથી દૂર રહેવું જોઈએ
- બાળકો અને વયસ્કોમાં એક અથવા બે કાને બહેરાશ હવે સામાન્ય
- તહેવારો પછી કાનની તકલીફના કેસમાં 20% વધારો
લો બોલો, દિવાળીના તહેવારોમાં સતત ફટાકડાના અવાજના કારણે કાયમી બહેરાશનું જોખમ રહે છે. તહેવારો પછી કાનની તકલીફના કેસમાં 20% વધારો જોવા મળે છે. તથા સોલામાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ બાદ બાળકોની પહેલી ‘સાંભળતી દિવાળી’ મનાવાઈ છે.
બાળકો અને વયસ્કોમાં એક અથવા બે કાને બહેરાશ હવે સામાન્ય
બાળકો અને વયસ્કોમાં એક અથવા બે કાને બહેરાશ હવે સામાન્ય થતી જાય છે. દિવાળીના તહેવારોમાં સતત ફટાકડાના અવાજના કારણે કાયમી બહેરાશ આવી શકે છે, જેમને કાનની તકલીફ હોય તેવા લોકોએ જ્યાં ફટાકડા ફૂટતાં હોય તે જગ્યાએ દૂર રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ઘરમાં રહેવું જોઈએ. દિવાળીના તહેવારો પછી ઈએનટી વિભાગમાં કાનમાં સાંભળવાને લગતી તકલીફ કે બહેરાશ જેવા કેસમાં દર વર્ષે 15થી 20 ટકા જેટલો વધારો જોવા મળતો હોય છે, તેમ હોસ્પિટલના ઈએનટી ડોક્ટરનું કહેવું છે. બીજી બાજુ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સોમવારે કોક્લિયર ઈમ્પ્લાન્ટનું પ્રત્યારોપણ થયું છે તેવાં 50થી વધુ બાળકોની સાથે પહેલી ‘સાંભળતી દિવાળી’ મનાવવામાં આવી હતી.
કાનની તકલીફ હોય તેવા લોકોએ ફટાકડાથી દૂર રહેવું જોઈએ
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દિવાળીના તહેવારો બાદ કાનમાં તકલીફના કેસમાં 15થી 20 ટકા વધારો જોવા મળતો હોય છે, સોલામાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ કર્યા પછી સાંભળતાં થયેલા બાળકોની સાથે એડવાન્સમાં દિવાળી ઉજવાઈ હતી. તબીબોનું કહેવું છે કે, બાળકો અને વયસ્કોમાં એક અથવા બે કાને બહેરાશ હવે સામાન્ય થતી જાય છે, દિવાળી સમયે સતત ફટાકડાના અવાજથી કાનનો બચાવ કરવો જોઈએ, કાનમાં રૂ નાખેલી રાખવી જોઈએ, બને ત્યાં સુધી ફટાકડા ફૂટતાં હોય તે જગ્યાએ બાળકોને દૂર રાખવા જોઈએ, કાનની તકલીફ હોય તેવા લોકોએ દૂર રહેવું જોઈએ.