ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કર્યો, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર વાત કરી

Text To Speech

પીએમ મોદીએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે ફોન પર વાત કરી હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસી સાથે પશ્ચિમ એશિયાની મુશ્કેલ પરિસ્થિતિ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને લઈને ફોન પર વાત કરી. તેમણે અને ઈરાનના રાષ્ટ્રપતિ રાઈસીએ તણાવ ઘટાડવા, માનવતાવાદી સહાયતા ચાલુ રાખવા અને ઝડપથી શાંતિ પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ ચાબહાર પોર્ટ સહિત દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરે છે.

પીએમ મોદીએ આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને પેલેસ્ટાઈન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસ સાથે પણ ફોન પર વાત કરી હતી.

ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન સાથે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે ફોન પર પણ વાત કરી હતી. જયશંકરે કહ્યું, “(આમીર-અબ્દુલ્લાહિયન)ને સંઘર્ષને રોકવા અને માનવતાવાદી સહાય પૂરી પાડવાના મહત્વથી વાકેફ કરવામાં આવ્યા હતા.”

10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. 7 ઓક્ટોબરની સવારે હમાસે ઈઝરાયેલમાં રોકેટ હુમલો કરીને ઘૂસણખોરી કરી હતી. આ પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે અમે યુદ્ધમાં છીએ અને તેમાં જીતીશું.

હમાસના આ હુમલામાં 1400 ઈઝરાયેલના લોકોએ જીવ ગુમાવ્યા હતા. હમાસે 200થી વધુ લોકોને બંધક પણ બનાવ્યા છે. તે જ સમયે, સમાચાર એજન્સી એપીએ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઇનના 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Back to top button