ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

146 વર્ષના ક્રિકેટ ઈતિહાસનો પહેલો ટાઈમ આઉટ શિકાર બન્યો એન્જેલો મૈથ્યુઝ

Text To Speech
  • શ્રીલંકાના ખેલાડી એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ આપવામાં આવ્યો છે.

WORLD CUP 2023: વર્લ્ડ કપ 2023ની 38મી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, આ દરમિયાન શ્રીલંકાના ખેલાડી એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં આ રીતે કોઈ ખેલાડીને ટાઈમ આઉટ પહેલી વાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજ સુધી કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થઈને પેવેલિયન પરત જવું પડ્યું નથી. આ પછી એન્જેલો મૈથ્યુઝ એકપણ બોલ રમ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો.

 

એન્જેલો મૈથ્યુઝને કેવી રીતે આઉટ આપવામાં આવ્યો ?

સદિરા સમરવિક્રમા આઉટ થયા બાદ એન્જેલો મૈથ્યુઝ બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ એન્જેલો મૈથ્યુઝનું હેલ્મેટ બરાબર ન હતું, એન્જેલો મૈથ્યુઝને તે હેલ્મેટ પહેરવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ એન્જેલો મૈથ્યુઝ પેવેલિયનમાંથી અન્ય હેમ્લેટ લાવવાનો સંકેત આપ્યો હતો. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મૈથ્યુઝ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. શાકિબ અલ હસનની અપીલ બાદ અમ્પાયરે મૈથ્યુઝ પાસે ગયા અને તેમને પાછા જવા માટે કહ્યું.

 

શું છે ‘ટાઈમ આઉટ’ નિયમ ?

40.1.1 મુજબ, વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના નિવૃત્તિ પછી, નવા બેટ્સમેને 3 મિનિટની અંદર આગલો બોલ રમવા માટે તૈયાર હોવો જોઈએ. જો નવો બેટ્સમેન આમ ન કરી શકે તો તેને આઉટ જાહેર કરવામાં આવે છે. આને ‘ટાઈમ આઉટ’ કહેવાય છે.

40.1.2 મુજબ, જો નવો બેટ્સમેન આ નિર્ધારિત સમય (3 મિનિટ)માં પિચ પર ન આવે, તો અમ્પાયરો કાયદા 16.3ની પ્રક્રિયાને અનુસરે છે. પરિણામે, ઉપરોક્ત નિયમ પ્રમાણે જ શ્રીલંકાના ખેલાડી એન્જેલો મૈથ્યુઝને ‘ટાઇમ આઉટ’ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

Back to top button