ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબમાં AAPના MLA જસવંત સિંહ ગજ્જન માજરાની EDએ અટકાયત કરી

Text To Speech
  • પંજાબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરાની ED દ્વારા અટકાયત કરવામાં આવી છે
  • EDએ તેમને જૂના બેંક કેસમાં અટકાયતમાં લીધા છે

પંજાબ: દિલ્હી બાદ હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટી નેતાઓની મુશ્કેલીઓ વધી છે. AAP ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરાની પંજાબમાં અટકાયત કરવામાં આવી છે. જસવંત સિંહ ગજ્જન માજરા અમરગઢથી ધારાસભ્ય છે. EDએ તેમને જૂના બેંક કેસમાં અટકાયતમાં લીધા છે. EDની ટીમ પૂછપરછ અને આગળની કાર્યવાહી માટે ગજ્જન માજરાને જલંધર લઈ ગઈ છે. માલેરકોટલા પાસે ગજ્જન માજરાની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય પર લગભગ 40 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપ છે. ED અગાઉ પણ ઘણી વખત તપાસ કરી ચૂકી છે.

7મી મેના રોજ સીબીઆઈના દરોડા

અગાઉ પણ 7 મે 2022ના રોજ સીબીઆઈની ટીમે અચાનક જસવંત સિંહ ગજ્જન માજરાના ઘણા ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ સીબીઆઈના દરોડા લાંબા સમય સુધી ચાલુ રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે દરોડા દરમિયાન સીબીઆઈએ 94 સહી કરેલા કોરા ચેક, ઘણા આધાર કાર્ડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો રિકવર કર્યા હતા. જસવંત સિંહ પર લગભગ 40 કરોડ રૂપિયાનો બેંક કૌભાંડનો આરોપ છે. સંબંધિત બેંકે AAP ધારાસભ્ય ગજ્જન માજરા વિરુદ્ધ CBIમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના પછી CBIએ દરોડા જેવી મોટી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો, મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલનાર બીજો આરોપી ઝડપાયો

Back to top button